જૂનાગઢ એલસીબી પોલીસે ચોકકસ બાતમીનાં આધારે ગઈકાલે કેશોદ- વેરાવળ રોડ ઉપરથી એક શખ્સને પિસ્તોલ અને પાંચ કાર્ટીસ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદમાં રાજકીય ઘરોબો ધરાવતા એક શખ્સને ગઈકાલે રાતે જૂનાગઢ એલસીબીએ ગેરકાયદે પિસ્તોલ અને પાંચ કાર્ટીસ સાથે ઝડપી લેતા શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ શખ્સને હથીયાર સપ્લાય કરવામાં જૂનાગઢનાં જાેષીપરામાં રહેતા એક શખ્સનું પણ નામ પામ્યું છે. જૂનાગઢ એલસીબી ડી.જી. બડવા સહિતના સ્ટાફે બાતમીના આધારે કેશોદમાં વેરાવળ રોડ ઉપર સફારીપાર્કમાં રહેતા રજની દેવરાજ બામરોલીયા (ઉ.વ.પ૩)ને તેના ઘર પાસેના ડી.પી.રોડ ઉપરથી ઝડપી લઈને તલાશી લેતા તેની પાસેથી મેગઝીનવાળી દેશી હાથ બનાવટની એક પિસ્ટોલ અને પાંચ કાર્ટીસ મળી આવ્યા હતા. જે કબ્જે કરીને પુછતાછ કરતા આ હથિયાર તેને જૂનાગઢના જાેષીપરામાં રહેતા કુંભાણી નામના શખ્સે સપ્લાય કર્યુ હોવાનું સામે આવતા બને શખ્સ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. રજની બામરોલીયા રાજકીય લોકો સાથે ઘરોબો ધરાવે છે. થોડા દિવસો પહેલા પણ અહીં કોંગ્રેસના આગેવાનો સાથે કાર્યક્રમમાં ખેસ પહેરીને સાથે ફોટા પડાવતા નજરે ચડયો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews