જૂનાગઢ એલસીબીનો સપાટો, આંતરરાજય હથિયારની તસ્કરી કરતાં શખ્સોને ઝડપી લીધા

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસવડા રવી તેજા વાસમ શેટીના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃતિ સામે ક્રાઈમબ્રાંચ વાળા જૂનાગઢવાળા કડક કાર્યવાહી કરવામાંઆવી રહી છે. આ ઉપરાંત આંતરરાજય હથિયારની તસ્કરી કરતાં શખ્સોને ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર અગાઉ રાજકોટ, અમદાવાદ, ભાવનગરમાં મોટી સંખ્યામાં ગેરકાયદે હથીયાર સપ્લાય કરનાર સુત્રધાર સહિત ત્રણ સપ્લાયરોને જૂનાગઢ એલસીબીએ ઝડપી લઈને ગેરકાયદે હથીયાર વેપલાનો પર્દાફાશ કર્યો છે. જૂનાગઢમાં થોડા દિવસો પહેલા એસઓજીએ ૪૧ કાર્ટીસ અને ત્રણ હથીયાર સાથે કેટલાક શખ્સોને ઝડપી લીધા હતાં. ત્યારબાદની તપાસમાં એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહીલ અને પીએસઆઈ ડી.જી. બડવા સહિતના સ્ટાફે વધુ તપાસ કરીને સાબલપુર – ધોરાજી ચોકડી પાસેથી મુકેશ રામપ્રકાશ મનસુખલાલ દુહારે (રેહ.ઈસુરી, મધ્યપ્રદેશ)ને એક દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક ફુટેલા કાર્તુસ સાથે ઝડપી લઈને પુછતાછ કરતા તેને તેના જ ગામના સતીષ જબરસિંગ દુહારે અને રાજેશ ગંગાસીંગ રાજવતએ હથિયાર પહોંચાડવા મોકલ્યો હોવાનું ખુલતા પોલીસે તે બંનેને તેના ગામ ઈસુરીથી ઝડપી લઈને જૂનાગઢ લાવી હતી. આ શખ્સોએ જૂનાગઢમાં અનેક હથિયાર સપ્લાય કર્યાનું ખુલ્યંુ છે. જૂનાગઢ પોલીસે જણાવ્યું કે રાજેશ રાજવ્રત અગાઉ ભાવનગરમાં આંગડીયા લુંટમાં પિસ્તોલ, તમંચો, ૧૦ કાર્ટીસ સાથે અને અમદાવાદમાં તમંચો અને એક કાર્તુસ સાથે જયારે રાજકોટમાંથી ૭ તમંચા, એક પિસ્તોલ, ૧૬ કાર્ટીસ સાથે પકડાઈ ચુકયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!