દુનિયામાં શુક્રવારથી ચાર દિવસ ઉપરાંત તા.રરમી ઓકટોબર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષાનો અદ્દભુત નજારો જાેવા મળશે. સ્વચ્છ આકાશમાં કલાકનાં પ૦ થી ૧૦૦ વધુ ઉલ્કા પડતી જાેવા મળશે. વિશ્વનાં ખગોળ વૈજ્ઞાનિકોએ દરિયાઈ તથા પર્વતીય વિસ્તારોમાં પડાવ નાખવાની અંતિમ તૈયારી પુરી કરી દીધી છે. આકાશમાં રીતસર ઉલ્કાનો વરસાદ નિહાળવા સાથે દિવાળીનાં ફટાકડાની આતશબાજીનો રોમાંચ માણવા રાજયનાં લોકોને ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે. દિવસે ખરતી ઉલ્કા વર્ષા જાેવા મળતી નથી. જાથાનાં રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શુક્રવારથી મંગળવાર તા.૯ મધ્યરાત્રીથી રર ઓકટોબર સુધી તથા શુક્રવાર થી મંગળવાર સુધી આકાશમાં ડ્રેકોનીકસ ઉલ્કા વર્ષા પડતી જાેવા મળશે. તા.૯નાં રોજ આખો દિવસ તથા તા.૧૦મીનાં રોજ મધ્યરાત્રીથી પરોઢ સુધી ઉલ્કા ખરતી જાેવા મળશે. બે દિવસ સુધી ઉલ્કા વર્ષા દિવાળીનાં ફટાકડાની આતશબાજી રોમાંચક દ્રશ્યો આકાશમાં જાેવા મળશે. અવકાશી અજ્ઞાનતાનાં કારણે આકાશમાં અગ્નિનાં બિહામણા દ્રશ્યો જાેઈ અમુક લોકો અચંબા સાથે હોનારત જેવો ભય અનુભવશે. વાસ્તવમાં આકાશમાં ઉલ્કાનો રીતસર વરસાદ હોય છે. તા.૧૪, ૧૯ અને રર મી એ ઉલ્કા વર્ષા જાેવા મળશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews