ઉનાનાં મેણ ગામેથી ર૧ લાખથી વધુની ખનીજ ચોરી ઝડપાઈ

ઉનાનાં મેણ ગામે થતી ખનીજ ચોરીની અનેક ફરિયાદો થતી હોય આ અંગેનાં સમાચાર પ્રસિદ્ધ થતા ગીર-સોમનાથ ખાણ ખનીજ વિભાગનાં હરકતમાં આવતા ઉના પોલીસ સ્ટેશનમાં ખાનગી માલિકના સર્વે નંબર ૧૮/૧માં મહેશ કરશન ડોબરીયા રહે.કંસારી વાળા વિરૂધ્ધ કુલ ખનીજ ચોરી ૨૧,૪૯,૬૮૬ રૂપિયાની મદદનીશ ભૂસ્તશાસ્ત્રી ગીર-સોમનાથ જગદીશ વાઢેરે ફરિયાદ નોધાવી હતી. આ ખનીજ ચોરી પકડાતા ખનીજ માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો. આ ખનીજ ચોરી કરનાર ભાગીદારો મોટી રાજકીય વર્ગ ધરાવતા હોય તેથી ઉના પોલીસ દ્વારા તપાસમાં કેટલા વ્યક્તિઓના નામ ખૂલશે કે નહી તે આવનારા સમયમાં જોવું રહ્યું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!