કેશોદમાં વ્યાજે લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી દુકાન લઈ લેવાનો ભય લાગતા વેપારીએ ફિનાઈલ પીધુ : સાત સામે ફરિયાદ

કેશોદના માંગરોળ રોડ એ-ટુ ઝેડ ફર્નીચર પાસે રાજધાની પાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિકભાઈ મહેશભાઈ ઠુંમરે પકકા કારા આહિર, માલદેભાઈ મેર, પિયુષભાઈ આહીર, લખનભાઈ ગળચર, રામભાઈ ગળચર, તનવીર સોઢા, જગાભાઈ જેસુરભાઈ વગેરે સામે પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરીયાદીએ તેના ધંધાના વિકાસ માટે આરોપી નં.૧ થી ૬ પાસેથી રૂા.૬,રપ,૦૦૦/- ઉંચા વ્યાજે લીધેલ હોય તે તથા ફરીયાદીના મિત્રએ આરોપી નં.૭ પાસેથી રૂા.ર,૭૦,૦૦૦/- વ્યાજે લીધેલા હોય તેમાં ફરીયાદી જામીન હોય અને ફરીયાદીનો મિત્ર ગામ મુકી ભાગી જતા તે હવાલાના નાણાંની આ તમામ આરોપીએ બળજબરીથી કઢાવી લેવા પઠાણી ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો કાઢી પૈસા નહીં આપતો ફરીયાદીના દિકરાને જાનથી મારી નાંખવાની ધમકી આપી શારીરિક માનસીક ત્રાસ આપતા તેની દુકાન લઈ લેવાનો ભય બતાવતા ફરીયાદીએ જાતે ફિનાઈલ પી લીધુ છે અને આ બનાવ અંગે શારીરિક – માનસીક ત્રાસ, ધમકી આપવા સહિતનાં ગુના બદલ કુલ સાત શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતા કેશોદનાં પીઆઈ આર.એમ. વસાવાએ વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!