જૂનાગઢમાં મકાનમાં ભાગ આપવા બાબતે ઢીકાપાટુનો માર માર્યો

જૂનાગઢમાં બિલખા રોડ ઉપર રાજીવનગરમાં રહેતા વિપુલભાઈ રામાભાઈ રાઠોડ (ઉ.વ.૩૭)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ડાયાભાઈ કાનાભાઈ રાઠોડ (રેલવેમાં આરપીએફ)માં નોકરી વિરૂધ્ધ એવી ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી પોતાના ઘરે હતાં. દરમ્યાન આરોપી ઘરે આવેલ અને કહેલ કે મે તને આપેલ ઉછીના પૈસા આપેલ તે કેમ આપતો નથી જેથી ફરીયાદીએ કહેલ કે હું તમને પૈસા આપી દઈશ પરંતુ તમો અમે દાદાના મકાનમાં ભાગ આપી દો જેથી આરોપીએ જણાવેલ કે તું મારા ઘરે આવજે જેથી ફરીયાદી તેમના ઘરે જઈ દાદાના મકાનમાં ભાગ આપવાનું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી પટ્ટાના બે ત્રણ ઘા મારી દીધેલ અને ઢીકાપાટુનો માર મારી ટાટીયા ભંગાવી નાંખવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ સી-ડીવીઝનનાં પીએસઆઈ એસ.કે. ડાંગર ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!