ગીર સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની યાદીમાં જણાવાયું છે કે શિક્ષકોના ૪ર૦૦ ગ્રેડ પે બાબતે સરકારે નીતિ વિષયક ર્નિણય કરેલ ન હોય તેથી આગામી તા.પ થી તા.૧૦ સુધી કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવનાર છે. આ અંગે ગીર-સોમનાથ જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બાબુભાઇ પરમાર, મહામંત્રી પરબતભાઇ ચાંડેરાએ ૪ર૦૦ ગ્રેડ પે બાબતે શિક્ષકોને અનુરોધ કરતા જણાવેલ કે, સરકારે નીતિવિષયક ર્નિણય હજુ સુધી કરેલ ન હોય ૪ર૦૦ ગ્રેડ પેની માંગણી અને સરકારનું ધ્યાન દોરવા શિક્ષક કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે અને એક દિવસ એક કલાક રામધુનનો કાર્યક્રમ રાખવામાં આવશે. જીલ્લામાં અન્ય સુચિત સંઘ જે અમાન્ય છે અને આવો સુચિત સંઘ વિધિવત રીતે અસ્તિત્વમાંજ ન હોવાનું જણાવી દરેક શિક્ષકોએ જીલ્લા શિક્ષણ સમિતિની તા.૧૯-૯-ર૦ર૦ની બેઠકમાં સુચિત સંઘની માન્યતા બાબતે સભ્ય સચિવ દ્વારા અને તા.રપ-૯-ર૦ર૦ની સામાન્ય સભામાં પણ શિક્ષણ સમિતિએ સુચિત સંઘની માન્યતા માટે ચર્ચા કરતા વિવાદ વચ્ચે સુચિત સંઘની માન્યતાનો મુદો સભ્ય સચિવે રદ કરી દીધેલ હોવાનું અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews