ભારત વિકાસ પરિષદ દ્વારા એનિમિયા મુક્ત ભારત અભિયાન હેઠળ મહિલાઓની થતી હિમોગ્લોબીનની ઉણપ જેને એનિમિયા તરીકે ઓળખીએ છીએ જેના કારણે મહિલાઓને થાક, નબળાઈ, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા શરીરમાં હિમોગ્લોબિનની માત્રા પૂરતી હોવી જરૂરી છે. આ કમી પૂરી કરવા માટેની ખૂબજ સારી ગુણવતા વળી ગોળીઓનું વિતરણ ભારત વિકાસ પરિષદ ધોરાજીની મહિલા સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું. ધોરાજી શહેરમાં આદર્શ એજ્યુકેશન સોસાયટીના શિક્ષિકા બહેનો, ભારત વિકાસ પરિષદના પરિવારના મહિલા સદસ્યો, જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ રીંગ અને લાયનએસ ક્લબના બહેનોને તથા ધોરાજી તમામ પત્રકારના પરિવારના બહેનોને મળી કુલ લગભગ ૪૦૦ જેટલી મહિલાઓને આ દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. કુનરીયા ફાઉન્ડેશન તરફથી આ દવાઓ પૂરી પાડવામાં આવેલી હતી અને ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના વિરલબેન પારેખ, ધોરાજી શાખાના શ્રીમતી વર્ષાબેન હરપાળ તથા નેહલબેન કણસાગરા તથા દક્ષાબેન વાગડિયાએ સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે આ વિતરણ વ્યવસ્થામાં ભાગ લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews