રોપ-વે યોજનાનું ૩૧ ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થાય તેવા સંકેતો ?

0

જૂનાગઢ ખાતે નજીકનાં દિવસોમાં જ સોરઠી શહેર જૂનાગઢ શહેરનાં લોકોને નવલા નજરાણાની ભેટ મળી રહી છે. અને તે છે સોરઠ પંથકનાં જીવાદોરી સમાન રોપ-વે યોજનાની ભેટ આગામી દિવસોમાં જ રોપ-વે યોજનાને લોકાર્પણ માટેનો તખ્તો ગોઠવાઈ રહયો છે. રોપ-વે યોજનાને તુર્તજ પૂર્ણ કરવાની ચોકકસ ગાઈડ લાઈન જારી કરી દેવામાં આવી છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા.૩૦ તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહયા છે. ત્યારે આ મુલાકાત દરમ્યાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિના
તા. ૩૧-૧૦-ર૦નાં રોજ જૂનાગઢની રોપ-વે યોજનાનું લોકાર્પણ કરી નાંખવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.
જૂનાગઢ અને સોરઠ પંથકની અત્યંત મહત્વની યોજના રોપવે હવે નજીકનાં દિવસોમાં શરૂ થઈ રહયો છે અને જે અંગેના લોકાર્પણ માટેનો તબકકો ગોઠવાઈ રહયો હોવાનું જાણવા મળેલ છે. ગઈકાલે અંબાજી માતાજીનાં મંદીરે મહંતશ્રી તનસુખગીરીબાપુએ પૂજનવિધી સાથેમાતાજીનાં આર્શિવાદરૂપી ચૂંદડી અને નાળીયેરની પ્રસાદી આપ્યા બાદ રોપ-વેની ટ્રોલીને ગતિમાન કરવામાં આવી હતી. અને ઉતારૂ ભાવિકો ટ્રોલી ટ્રાયલનાં કાર્યનો શુભારંભ થયો હતો. અને આ સાથે જ જેમ બને તેમ વહેલી તકે રોપ-વેની અંતિમ તબકકાની કામગીરી પણ ઝડપ ભેર પુરી કરવા માટેના પ્રયાસોને યુધ્ધનાં ધોરણે હાથ ધરવામાં આવ્યાં છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે રોપ-વે યોજનાનું લોકાર્પણ નજીકનાં સમયમાં જ થઈ રહયું છે. અને તે અંગેની તૈયારી પુરજાેશથી હાલ ચાલી રહી છે.
રોપ-વે ક્ષેત્રનું અત્યંત મહત્વનું નામ એવી વિશ્વની પ્રખ્યાત એવી ઉષા બ્રેકો કંપની દ્વારા ગુજરાત અને દેશના વિવિધ ભાગોમાં રોપ-વેનું નિર્માણ કરવામાં આવેલ છે. અને એશિયાના સૌથી મોટા રોપ-વેનું નિર્માણ કાર્ય ગરવા ગિરનાર ખાતે કરવામાં આવી રહેલ છે. અને હવે છેલ્લા તબકકાની કામગીરી ચાલી રહી છે. ઉષા બ્રેકો કંપનીનાં પ્રાદેશિક હેડ દિપક કપલીસના સીધા વડપણ હેઠળ તેમજ જૂનાગઢ પ્રોજેકટ હેડ દિનેશસીંગ નેગી અને ટીમ દ્વારા છેલ્લા વર્ષોમાં ભારે જહેમત પુર્વક આ રોપવે યોજનાની કામગીરી પુરજાેશમાં ચાલી રહી છે. અને ટોપ ટુ બોટમ સુધીની તબકકાવાર યોગ્ય રીતે અને ભવિષ્યને પણ નજર સમક્ષ રાખી ઉમદા કામગીરી કરવામાં આવી રહીછે અને હવે આ એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે પ્રોજેકટ પુર્ણ થઈ રહયો છે. તેના લોકાર્પણ માટેની તડામાર તૈયારી પણ શરૂ થવાની છે. રોપ-વે યોજનાના છેલ્લા તબકકામાં એટલે કે રોપ-વે રૂટ ઉપર ટ્રોલીને ગતિમાન કરવામાં આવી રહી છે. એક ટ્રોલીમાં આઠ વ્યકિતઓનો સમાવેશ થઈ શકે એટલે અંદાજીત તેનું વજન ૬૦૦ કિલો ઉપરાંત થાય એ ગણતરીને ધ્યાનમાં રાખી એટલા જ પ્રમાણનું વજન અને મટીરીયલ્સ આ ટ્રોલીમાં મુકવામાં આવેલ છે. અને ર૪ થી વધારે ટ્રોલી રૂટ ઉપર દોડવા લાગી છે. અને સતત તેનું ટેસ્ટીંગ થઈ રહયું છે. દરમ્યાન વિશ્વાસપાત્ર રીતે જાણવા મળે છે કે ગઈકાલે પ્રવાસન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓની ટીમ ગઈકાલે રોપ-વે સાઈટની મુલાકાત લીધી હતી અને એટલું જ નહીં મંદિર પરિસર ખાતે પણ મુલાકાત લીધી હતી. અને આગામી તા.રપ ઓકટો. સુધીમાં તમામ કામ આટોપી લેવાની સુચના જારી કરવામાં આવી છે. રોપ-વેની આ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ થઈ રહયું છે. દરમ્યાન ગુજરાત સરકારનાં પ્રવાસન અને મત્સય ઉદ્યોગ વિભાગનાં મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા પણ આવતીકાલે રોપ-વે સાઈટની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળેલ છે. જૂનાગઢ, સોરઠ અને સૌરાષ્ટ્રભરમાં કયાંય પણ રોપ-વે કાર્યરત નથી. ગુજરાતમાં અંબાજી માતાજીનાં મંદિર પાવાગઢ વગેરે સ્થળોએ રોપ-વે કાર્યરત છે અને ત્યાં પ્રવાસી જનતાનું મોટો પ્રવાહ વહેતો રહે છે ત્યારે જૂનાગઢ ખાતે હવે જયારે ગણતરીનાં દિવસોમાં રોપ-વે યોજના કાર્યરત બની રહી છે. ત્યારે સૌરાષ્ટ્ર પંથકનું રોપ-વેનું આ મુખ્ય નજરાણું અને ગિરનાર પર્વત ઉપર આવતાં ભાવિકોને ઉમદા ભેટથી જૂનાગઢ અને સોરઠ
પંથક માટે રોજગારીનું મોટુ ક્ષેત્ર વિકાસ પામશે તેમ મનાય છે. આજે જૂનાગઢનાં સાંસદે રોપવે સાઈડની મુલકાત લીધી હતી અને યોજના પૂર્ણ થઈ રહી છે તેની જાણકારી મેળવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!