જૂનાગઢના વાડલા ફાટક નજીક ડમ્પરે હડફેટે લેતા બાઈક સવાર યુવાનનું ગંભીર ઈજાથી મૃત્યું

માંગરોળ તાલુકાના ઓસા ગામમાં રહેતા યોગેશભાઈ માલદેભાઈ આજકીયા (ઉ.વ.રર) તથા તેના મોટાબાપાના દીકરા જયેશભાઈ લાખાભાઈ આજકીયા (ઉ.વ.૩ર) બાઈક ઉપર જૂનાગઢ બહેનના ઘરે આવ્યા હતા. ત્યારબાદ ગઈકાલે તેઓ જૂનાગઢથી ઓસા જઈ રહયા હતા. અને બાઈક યોગેશ ચલાવતો હતો. તેઓ વાડલા ફાટક નજીક પહોંચતા અચાનક પાછળથી ડમ્પર પણ આવ્યું હતું. ડમ્પરના ચાલકે બાઈકને ઠોકર મારતા બંને પિતરાઈ ભાઈઓ ફંગોળાયા હતા. જેમાં જયેશભાઈના માથા તથા છાતી ઉપર ડમ્પરનું વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જયારે યોગેશભાઈ આજકીયાને હાથ-પગમાં ઈજા થતા તેને જૂનાગઢ સિવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતા. આ અંગે યોગેશભાઈ આજકીયાએ ફરીયાદ કરતા વંથલી પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!