Wednesday, January 20

ખંભાળિયાના ભાતેલ ગામે પાણી ભરેલા કૂવામાં લપસી જતાં પરપ્રાંતીય યુવાનનું અપમૃત્યું

ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે શુક્રવારે મોડી રાત્રીના સમયે એક પરપ્રાંતીય યુવાનનું કુવામાં પડી જતા મૃત્યુ નીપજ્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ અંગે પોલીસમાં જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે રહેતા અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના રહીશ હુંગરિયા સુરસિંહ વસાવા નામના ૪૨ વર્ષીય આદિવાસી યુવાન તેમના પત્ની તથા સંતાનો સાથે છેલ્લા પાંચેક વર્ષે ભાતેલ ગામે રહી અને એક આસામીની વાડીના ભાગીયા તરીકે વાવેતરનું કામકાજ કરતા હતા. શુક્રવારે રાત્રીના હુંગરિયાભાઈ તથા તેમના પરિવારજનો વાડી પાસેના મકાનમાં સુતા હતા, ત્યારે ઇલેક્ટ્રિક પાવર ચાલું થતા આશરે અગિયારેક વાગ્યે તેઓ ખેતરમાં પાણી વારવા માટે કુવા પાસે રહેલ ઇલેક્ટ્રિક મોટર ચાલું કરવા જતા અકસ્માતે તેમનો પગ લપસી જતા કૂવામાં પડી ગયા હતા. જેના કારણે ડૂબી જવાથી તેમનો નિષ્પ્રાણ દેહ શનિવારે સવારે કૂવામાંથી મળી આવ્યો હતો. આ બનાવ અંગે મૃતકના પત્ની ગાયત્રીબેન હુંગરિયા વસાવાએ અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવાનને બે પુત્ર તથા બે પુત્રી હોવાનું જાણવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!