જૂનાગઢમાં દેશી બનાવટની બે પિસ્તોલ સાથે લાલપુર ગામનો શખ્સ ઝડપાયો

જૂનાગઢ પોલીસ દ્વારા ગેરકાનુની પ્રવૃત્તિઓ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન હથિયારોની હેરાફેરી અંગે પણ સતત વોચ રાખી અને આરોપીઓ વિરૂધ્ધ પગલા ભરવામાં આવી રહયા છે. આ દરમ્યાન જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.જી.બડવા અને સ્ટાફે ચોકકસ બાતમીના આધારે ચોબારી રોડ, રેલવે પાટા નજીકથી અબઝલ હબીબભાઈ મકરાણી રહે.મુળરફા તાલુકો લાલપુર અને હાલ મેંદરડા સાતવડલા ચોક વાળાના કબજામાંથી દેશી હાથ બનાવટની પીસ્તોલ નંગ-ર રૂા.પ૦ હજારના મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. આ પકડાયેલા શખ્સની પુછપરછ હાથ ધરતાં આ હથિયાર મધ્યપ્રદેશનાં રાજેશ ગંગાસિંહ રાજાવતએ આપી હોવાનંુ ખુલ્યંુ હતું. પોલીસે આરોપી વિરૂધ્ધ હથિયારધારા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!