નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે માતાજીના ગરબામાં પણ મંદી છે. ધંધા-રોજગાર અને ઉદ્યોગોમાં મંદી આવી ગઈ છે જેને પગલે નાના નાના ગૃહ ઉદ્યોગો તેમજ માટીના ગરબા બનાવતા કુંભાર ભાઈઓ કોરોનાને હિસાબે મંદીની ઝપટમાં આવી ગયા છે આ તકે નવરાત્રિનો તહેવાર નજીક આવતા કુંભાર ભાઈઓ દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે અને ગરબામાં ખાસ કરીને જૂદી જૂદી ડિઝાઈન બનાવવામાં આવે છે અને ગરબા વેચવા જવા માટે પોતાની રેકડી લઈને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જાય છે. કોરોનાના લીધે બેરોજગારીને લીધે માતાજીના ગરબા પણ વેંચાતા નથી. આ તકે વયોવૃધ્ધ હાસ્ય કલાકાર જણાવેલ કે ૬૦ વર્ષથી માતાજીના ગરબા બનાવીએ છીએ સરકારે મદદ કરીને ઉગારવા જોઈએ અન્ય ઉદ્યોગો અને ખેડૂતોને તો સહાય આપતી હોય તો અમને કેમ નહીં ?
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews