વેરાવળ રોટરી કલબ દ્વારા કલાકારોને રાશન કીટનું વિતરણ કરાયું

છેલ્લા સાતેક મહિનાથી કોરોના મહામારીથી કલાકારો બેકાર બન્યા હોય ત્યારે ગીર સોમનાથ જીલ્લામાં કલાકારી ઉપર જીવન નિર્વાહ કરતા ગ્રામ્ય વિસ્તારમાં છેવાડાના કલાકારોની વહારે વેરાવળ રોટરી સીમ્ફની ક્લબ આવી એક મહીનો ચાલે તેટલું રાશનકીટનું વિતરણ કરવામાં આવેલ છે. કોરોના સંકટના આ સમયમાં અસંગઠીત ક્ષેત્રોના લગભગ દરેક વ્યાવસાયીકો માટે પુરતી આવકના અભાવે જીવનનિર્વાહ મુશ્કેલ બન્યો છે. આર્થિક કટોકટીનો સામનો કરી રહેલું આવું જ એક ક્ષેત્ર સંગીત તથા અન્ય પરફોર્મીંગ આર્ટ્‌સનું પણ છે. આગામી નવરાત્રી, લગ્ન પ્રસંગો તેમજ મનોરંજનના અન્ય સામુહીક આયોજનો શક્ય ન હોવાથી ગાયક કલાકારો, સાજીંદાઓ તથા રંગભૂમી કલાકારોના પરીવારો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે ત્યારે વેરાવળમાં રોટરી સીમ્ફની ક્લબ દ્વારા જીલ્લામાં રહેતા આવા કલાકારોને એક મહીના સુધી ચાલે તેવી રાશનકીટ વિતરણ કરવામાં આવેલ છે. આ મહામારીને લઇને જુનાગઢમાં પાંચ કલાકારો બેકાર બનતા આત્મહત્યા કરી જેને લઇ ગીર સોમનાથ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા નાના-નાના કલાકારોને સહાયરૂપ બનવાનો વિચાર આવ્યો હોવાનું રોટરી કલબના પ્રમુખ ભરતભાઇ શાહે જણાવેલ છે. ગ્રામ્ય વિસ્તારના કલાકારોએ પણ આ કીટ મેળવી રોટરી ક્લબનો આભાર માનતા જણાવેલ કે, સરકાર તો કલાકારોની વહારે જ્યારે આવે ત્યારે પણ હાલ તો રોટરી ક્લબ જે કલાકારોની વહારે આવેલ તે કાર્ય અભિનંદનને પાત્ર છે. ચાલુ વર્ષે લગ્નગાળાની સીઝન ફેઇલ ગઇ છે અને નવરાત્રી પણ આવી જ રહેવાની છે ત્યારે જે કલાકારો પોતાની કલાકારી ઉપર જ ર્નિભર છે તેની હાલ તો કફોડી પરિસ્થિતિ હોવાનું કલાકાર ભવાનીકર મહેતાએ જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!