જૂનાગઢ મહાનગરપાલિકાનું નવતર અભિયાન : રસ્તાના કામ અંગેની તમામ વિગત જાહેર કરતું બોર્ડ લગાવાયું

જૂનાગઢ મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ તેમજ કમિશ્નર તુષાર સુમેરા, પદાધિકારીઓ, સાધુ-સંતોની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓને સુંદર બનાવવાનાં અભિયાનનો પ્રારંભ થયો છે. આ સાથે જ જૂનાગઢ કોર્પોરેશન દ્વારા એક નવતર અભિયાન શરૂ કર્યુ છે. મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, રસ્તાના કામ અંગેની સંપુર્ણ વિગત દર્શાવતું બોર્ડ પણ રસ્તા ઉપર લગાવવામાં આવેલ છે. અને જેના દ્વારા લોકોને માહિતી મળી શકે આ રસ્તાની કામગીરી કેટલાના ખર્ચે થઈ છે. કોણ કોન્ટ્રાકટર છે, ગેરંટી પીરીયડ છે સહિતની તમામ માહિતી સાથેનું બોર્ડ દર્શાવવામાં આવેલ છે. આ રીતે જનતા સમક્ષ ખુલ્લી કિતાબ સમી કામની વિગતો જાહેર કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. રસ્તાઓની ચાલી રહેલી કામગીરી પ્રશ્ને, કવોલીટી પ્રશ્ને કોઈપણ ફરીયાદ તંત્ર સમક્ષ રજુઆત કરી શકાશે તેમ જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!