જૂનાગઢ શહેરને સુંદર રસ્તા આપવાનો મેયરનો નિર્ધાર

0

જૂનાગઢ મહાનગરપાલિકાનું મેયર પદ ધારણ કર્યા બાદ સોરઠી મહાનગર શહેરની જનતાને વિકાસ કાર્યોની ભેટ આપી તેમજ લાઈટ, પાણી રસ્તા સહિતનાં પ્રશ્ને સુખદ નિવારણ અને સારી સુવિધા આપવાનું સ્વપ્ન સેવ્યું હતું અને આ સપનું હવે સીધ્ધ થઈ રહયું છે. અને એટલા માટે જૂનાગઢ શહેરની સંસ્કારી શાંતપ્રિય અને સમજુ નગરજનોને સમાચાર આપતા હર્ષની લાગણી અનુભવુ છું. લોકો માટે જૂનાગઢનાં રસ્તાના નવિનીકરણની કામગીરીનો આજથી શુભારંભ કરવામાં આવી રહયો છે. ખુબજ નજીકના સમયમાં જ લોકોને સુવિધાજનક માર્ગોની ભેટ મળી જશે તેમ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલે આજે જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરમાં રસ્તાઓના પ્રશ્ને લોકોને અનેક ફરીયાદો અનેક વ્યથા અને સમસ્યાઓ છે. સોરઠી શહેરની જનતા એવી અપેક્ષા રાખી રહી હતી કે આ શહેરને આ સારા રસ્તા મળી શકશે ખરા ? એક તો ખરાબ રસ્તા અને સાથે જ ચોમાસાના ભારે વરસાદનાં દિવસોમાં આ શહેરનાં રસ્તાઓનું કચુંબર થઈ ગયું હતું અને એમ કહેવાતુ હતું કે જૂનાગઢનાં રસ્તા એટલે ખાડાઓનું નગર બની ગયું હતું. આવી રસ્તાઓની હાલત અંગે લોકોની અનેક પ્રજાકીય ફરિયાદો રહેલી હતી. દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ દ્વારા અવાર-નવાર મુખ્યમંત્રીને ગાંધીનગર ખાતે રજુઆતો કરવામાં આવતી હતી. રજુઆતોના ભાગરૂપે જૂનાગઢ શહેરનાં રસ્તાઓને અપટુડેટ બનાવવા માટે સારી એવી ગ્રાંટની ફાળવણી થઈ હતી. તાજેતરમાં ગત મંગળવારે સંકલન સમિતી તેમજ સ્ટેન્ડીંગની મળેલી બેઠકમાં મજબુતાઈ ભર્યા રસ્તાના કામોને અગ્રતા આપી અને મંજુરી આપી દેવામાં આવી છે અને આ કામગીરી ઝડપભેર આગળ વધે તેવા પ્રયાસો મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ અને તેમની ટીમ તેમજ કમિશ્નર તુષાર સુમેરા અને કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતાં. જેને લઈને આજે જૂનાગઢ શહેરના મુખ્ય રસ્તાઓનાં નવિનીકરણની કામગીરીનો ગાંધીચોક ખાતે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો છે. અને આ સાથે અક્ષરમંદિર પાસેથી પણ રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરનાં ગાંધીચોક, બસસ્ટેશન, સરદારબાગ, મોતીબાગ, અક્ષરમંદિર રોડ અને ટીંબાવાડી રોડ સહિતની મહાનગરપાલિકાનાં હદ વિસ્તારમાં સુંદર અને સારા મજબુત રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. જૂનાગઢ શહેરની જનતાને રસ્તાની સમસ્યામાંથી છુટકારો અપાવવાનાં પ્રયાસો યુધ્ધનાં ધોરણે શરૂ કરવામાં આવેલ છે અને લોકોની સમસ્યા હલ કરવા તબકકાવાર કાર્યો શરૂ કરવામાં આવી રહયા છે. તેમ મેયર ધીરૂભાઈ ગોહેલે જણાવ્યું હતું આ શહેરને વધુને વધુ સુવિધાઓ આપવા મારા તેમજ મારી ટીમના તેમજ કોર્પોરેશનનાં પ્રયાસો રહે છે તેમ પણ અંતમાં ધીરૂભાઈ ગોહેલે જણાવેલ છે.
જૂનાગઢ શહેરનાં રસ્તાઓનું એસ્ટીમેન્ટ…
પેવર રોડ-સીસી રોડ ગાંધીચોકથી સરદારબાગથી મોતીબાગ રૂા. ર૩૮૬પર૦૦, પેવર રોડ વૈભવ ચોકથી જયશ્રી રોડ, કાળવા ચોક
રૂા. ૧૪૦૦૦૦૦૦, પેવર રોડ ટીંબાવાડી સ્વામીનારાયણ ગેટથી કોર્પોરેશન લીમીટ
રૂા. ર૦૦૯૩૩ર૦, સીસી રોડ આઝાદ ચોકથી તળાવ દરવાજા રૂા. ર૬૩ર૭૩૦, પેવર રોડ મોતીબાગથી સ્વામીનારાયણ ટેમ્પલ રૂા. ૪૯૭ર૩રપ, પેવર રોડ સરદાર ચોકથી ભૂતનાથ ક્રોસીંગ-મોતીબાગ
રૂા. પપ૪૯૩૮૦, પેવર રોડ નરસિંહ મહેતા સરોવર
રૂા. ર૪૦૭૬૩૦, પેવર રોડ ભુતનાથ ક્રોસીંગથી ગાંધીગ્રામ પોસ્ટ ઓફીસથી ઈવનગરરોડ રૂા. ૮પ૦પ૬૮૦, પેવર રોડ ભૂતનાથ ક્રોસીંગથી શીશુમંગલ રોડ રૂા. ૧૩૦૮૩૪પ, પેવર રોડ સુદામા પાર્ક સોસા. મેઈન રોડ રૂા. ૮૧૩૯પ૦, પેવર રોડ સરદાર ચોકથી બિલખા સ્વામીનારાયણ ગેટ
રૂા. ૧૪૬૯રપરપ, પેવર રોડ રાજલક્ષ્મી પાર્ક સોસા. રોડ
રૂા. ર૦૩૯૯ર૦, પેવર રોડ ગર્વ. પોલીટેકનીકથી પીટીએસ ગેટ રૂા. ૧૪૪૩૯૭૦, પેવર રોડ આઈટીઆઈ બિલખા રોડ
રૂા. ૬૮૬૩૪૦, પેવર રોડ લીરબાઈપરા, બાલા બજરંગ હનુમાન મંદિરથી લીરબાઈ માતાજી મંદિર
રૂા. ૧૭૧૦૧૦પ, સીસી રોડ વોર્ડ નં. ૧૩ અક્ષર એવન્યુ એપા. રોડ, શ્રીનાથજી એપા.થી અક્ષર ટાઉનશીપ રોડ
રૂા. ૧૧૭પ૮૬પ, પેચવર્ક વોર્ડ નં. ૧૧થી ૧પ વેરીયસ પ્લેસીસ રૂા. ૪૦૦૦૦૦૦, રીસર્ફેસીંગ કાલરીયા સ્કુલની સામેથી ઈવનગર મેઈન રોડ
રૂા. ર૧૦ર૯૬૦ આમ કુલ
રૂા. ૧૧,૧૬,૦૦,ર૪પનાં કામો થશે.
જયારે પેવર રોડ રી-સર્ફેસીંગ સાબલપુર સર્કલથી ભેંસાણ ચોકડી
રૂા. ૩૯૩૩૭૦૦, પેવર રોડ
રી-સર્ફેસીંગ સાબલપુર સર્કલથી ધોરાજી બાયપાસ
રૂા. ૧૬૩૬૧૬૦, પેવર રોડ
રી-સર્ફેસીંગ ખામધ્રોળ મજેવડી ગેટથી સુભાષ એકેડેમી
રૂા. પ૯૯૭પ૬૦, પેવર રોડ
રી-સર્ફેસીંગ મજેવડી ગેટથી જેલ ચોક રૂા. ૧૩૯૪૮૧૦, પેવર રોડ રી-સર્ફેસીંગ સરદારગેટથી સુખનાથ ચોક રૂા. પ૧૪પ૧૦, પેચવર્ક-સીસી રોડ વોર્ડ નં. ૧ થી પ વેરીયસ પ્લેસ ઈન જૂનાગઢ સીટી એરીયા રૂા. ૪ર૦૦૦૦૦, પેવર રોડ જીઆઈડીસી-૧ મહાવીર માર્બલ રોડ
રૂા. ર૧૭૧૧૪૦, પેવર રોડ
રી-સર્ફેસીંગ મજેવડી ગેટ થી ધારાગઢ, ભરડાવાવ રોડ
રૂા. ૬ર૦૮૪૧૦, પેવર રોડ
રી-સર્ફેસીંગ મજેવડી ગેટથી
ન્યુ સીવીલ હોસ્પીટલથી સુખનાથ ચોક રૂા. ૩૧૩૩રર૦ આમ કુલ રૂા. ૩,૪૭,૯૪,ર૩૦નાં કામો થશે. આ ઉપરાંત વોર્ડ નં. ૬ થી ૧૦માં કુલ રૂા. ૬,૪ર,૧૮,૧૯૦નાં કામો થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!