જૂનાગઢના હાઉસીંગ બોર્ડના એમ-રપ, બ્લોક નં. ૯રરમાં પોલીસે જુગાર દરોડો પાડી પાંચ મહિલા સહિત ૧૧ને જુગાર અંગે અટકાયત કરી અને રૂા. ૯૬,૪૮૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ જુગારધારા કલમ ૪, પ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર લાખીબેન કાનાભાઈ ઓડેદરા પોતાના કબ્જાવાળા મકાનમાં બહારથી માણસો બોલાવી અને જુગાર રમાડી અને આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી અને જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડાની કાર્યવાહી કરતાં લાખીબેન કાનાભાઈ ઓડેદરા, પરસોત્તમભાઈ જેરામભાઈ ટીલવા, મહેશભાઈ બાલુભાઈ ચાવડા, જયેશભાઈ ભગવાનજીભાઈ પરમાર, ભરતભાઈ નાગજીભાઈ ભાલુ, માલદેભાઈ લાખાભાઈ ખુંટી, વિણાબેન ઉર્ફે મુન્નીબેન હરેશભાઈ જાડેજા, જાનુબેુન રામભાઈ જાદવ, સોનલબેન વેજાભાઈ ગોજીયા અને મધુબેન સુનિલભાઈ રાયચુરાને મોબાઈલ ફોન,રોકડ, મોટરસાઈકલ મળી કુલ રૂા.૯૬,૪૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સી ડીવીઝન પીએસઆઈ કે.એસ.ડાંગરે તપાસ હાથ ધરી છે.
ચોરવાડમાં દરોડો, ૩ ઝડપાયા
ચોરવાડના વીસણવેલ બે બીટમાં પોલીસે જુગાર દરોડો જાહેરમાં જુગાર રમતા બાબુ જીણાભાઈ વાસણ, રાજુ બાબુભાઈ પરમાર અને મુકેશ ભીમાભાઈ વંશને રોકડ રૂા.૧૯,રપ૦ સાથે ઝડપી લઈ ઝડપી લઈ વધુ તપાસ પોલીસ હેડ કોન્સ. પી.જે. ડાભીએ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews