ખલીલપુર ગામે મકાનની ઓરડીમાંથી ૭ પેટી ઈંગ્લીશ દારૂ અને બિયરની એક પેટી સહિત ૩૬ હજારનો મુદામાલ ઝડપાયો

0

ખલીલપુર ગામનાં બુટલેગરના મકાનમાં ક્રાઈમ બ્રાંચે ચોકકસ બાતમીનાં આધારે રેઈડ કરી ૧૦૮ બોટલ દારૂ સહિતનો મુદામાલ જપ્ત કરી તેના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટીના માર્ગદર્શન હેઠળ વિદેશીદારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર ઘોંસ બોલાવીસ દબોચી લઈ ગેરકાયદે પ્રવૃત્તિને ડામી દેવા સુચના આપતા જે અન્વયે ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે. ગોહેલ તથા પીએસઆઈ ડી.જી. બડવા, હે.કો. વી.કે. ચાવડા, એસ.એ.બેલીમ, પો.કો. ડાયાભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, દિનેશભાઈ કરંગીયા, ભરતભાઈ ઓડેદરા સાથે રહેલ. દરમ્યાન પો.કો. કરશનભાઈ કરમટા તથા ડાયાભાઈ કાનાભાઈને ચોકકસ બાતમી મળી હતી કે ખલીલપુર ગામે રહેતા ખોડા ગોગનભાઈ રબારી તથા જીવા હમીર રબારીએ ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના કબ્જા ભોગવટાના મકાનની ઓરડીની બાજુમાં છુપાવીને રાખેલ હોય જે બાતમીના આધારે તે જગ્યાએ રેઈડ કરતા ઓરડીની બાજુમાં કાંટાની વાડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ મળી આવતાં કબજે કરી જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ત્રણ બોટલ સાથે ઝડપાયો
જૂનાગઢમાં લોઢીયાવાડી નજીકના રોડ ઉપરથી કરણ હરભમભાઈ ઓડેદરા પોતાના કબજાની સુઝુકી મોટર સાયકલ નં.જીજે-૧૧-સીઈ- પ૬૬૬ વાળી ઉપર ગેરકાયદેસર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૩, મોબાઈલ ફોન ૧ તથા મોટર સાયકલ મળી કુલ રૂા.૩ર હજારનાં મુદામાલ સાથે બી-ડીવીઝન પોલીસે ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બી-ડીવીઝન સ્ટેશનનાં એએસઆઈ એન.એ. ચાવડા વધુ તપાસ ચલાવી રહયા છે.

error: Content is protected !!