ગીર સોમનાથ જીલ્લામાં ટુ અને ફોર વ્હીલરના ગોલ્ડન અને સીલ્વર નંબરની ઓનલાઇન હરાજી થશે

ગીર સોમનાથ આરટીઓ દ્વારા દ્રિ-ચક્રિય વાહનોની સીરીઝ જીજે-૩૨-પી તથા ફોર વ્હીલ વાહનોની નવી સીરીઝ જીજે-૩૨-કે માં બાકી રહેલા ગોલ્ડન-સીલ્વર નંબરો માટેની હરાજી તા.૨૬-૧૦-૨૦ ના રોજ ખોલવામાં આવશે. પસંદગીના નંબર મેળવવા ઈચ્છતા વાહન માલીકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં ઓનલાઈન કરી શકાશે. તા. ૧૯ થી ૨૧-૧૦-૨૦ સુધી હરરાજી માટે ઓનલાઈન સીએનએ ફોર્મ રજીસ્ટ્રેશન કરી અરજી અરજી કરવાની રહેશે. તા. ૨૨ થી ૨૪-૧૦-૨૦ ના રોજ હરરાજીનું બીડીગ ઓપન થશે. તા. ૨૬-૧૦-૨૦ ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા સીએનએ ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે જમા કરાવવાનું રહેશે. વાહન વેચાણ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો આ હરાજીમાં ભાગ લઈ શકશે. સમયમર્યાદા બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!