જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટી દ્વારા સીસીટીવી કેમેરા આધારે વોચ રાખી, શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે. ઈ-મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરૂધ્ધ જૂનાગઢ પોલીસ દ્વારા વાહન ડીટેઈન કરવા તથા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ-ચલણની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ-મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ-મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરતા મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ-મેમો ભરવામાં આવે છે. પરંતુ અમુક વાહન ચાલકો દ્વારા ઈ-મેમો નહીં ભરવા માટે પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાડવામાં આવતી નથી, સિરીઝ લખવામાં આવતી નથી, સિરીઝ કાઢી નાખવામાં આવે છે, નંબર પ્લેટ વાળી નાખવામાં આવે છે, નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવે છે વિગેરે કિમીયા અજમાવાતા હોવાનું જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીના ધ્યાને આવતા ઇ-મેમો નહીં ભરવા માટે અલગ અલગ નુસ્ખાઓ વાપરતા અને વાહનની નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાર્યવાહી કરવા પણ સુચનાઓ કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરમાં વાહન ચાલકો દ્વારા ઈ-મેમો નહીં ભરવા માટે પોતાના વાહનમાં નંબર પ્લેટ લગાડવામાં આવતી નથી, સિરીઝ લખવામાં આવતી નથી, સિરીઝ કાઢી નાખવામાં આવે છે, નંબર પ્લેટ વાળી નાખવામાં આવે છે, તેવા નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.જે.ડાંગર, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ એ.બી. દેસાઈ, સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પીએસઆઇ પ્રતીક મશરૂ સહિતના અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરી ખાસ ઝુંબેશ હાથ ધરી, ઇ-મેમો નહીં ભરવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ સાથે ચેડા કરવામાં આવેલ હોય તેવા વાહનો પકડી પાડી, કુલ ૫૦ જેટલા વાહનો ડિટેઇન કરવાની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસની ખાસ ઝૂંબેશ દરમ્યાન પોતાના વાહનોની નંબર પ્લેટમાં ચેડા કરતા વાહન ચાલકોને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવતા વાહન ચાલકો દ્વારા પોતાના વાહનની નંબર પ્લેટો વ્યવસ્થિત કરવા લાગેલ છે. ઇ-મેમો નહીં ભરવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ સાથે ચેડા કરતા વાહન ચાલકો વિરૂધ્ધ ભવિષ્યમાં પણ ઝુંબેશ ચાલુ જ રાખવામાં આવશે તેમ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews