માણાવદરમાં ફાયનાન્સ કંપનીની શાખા સળગાવી નાંખવાની ધમકી

જૂનાગઢમાં વાડલા ફાટક પાસે રાધીકા ટાઉનશીપમાં રહેતા ધ્રુવભાઈ કીરીટભાઈ પંડયા (ઉ.વ.ર૭)એ મહેશભાઈ રાણાભાઈ તથા મનોજભાઈ વાલાભાઈ ડાંગર (રહે.વેળવા વાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીની ગોલ્ડ લોન આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા.૧૦,૯૦,૦૦૦/-ની ચાલુ હોય જે ટ્રાન્સફર કરવા સારૂ ફરીયાદી તથા સાહેદ પાસેથી પ્રથમ રૂા.પ,૯૦,૦૦૦/- તથા આરોપીના પોતાના રૂા.પ,૦૦,૦૦૦/- થઈ એમ કુલ રૂા.૧૦,૯૦,૦૦૦/-ની ગોલ્ડ લોન આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પુરી કરી આરોપીઓએ આઈઆઈએફએલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં બે ગોલ્ડ લોન કુલ રૂા.૧ર,પ૩,૪૯૩/-ની કરાવી ફરીયાદી તથા સાહેદે ગોલ્ડ લોન છોડાવવા મદદ કરેલ. રૂા.પ,૯૦,૦૦૦/-માંથી ફરીયાદી તથા સાહેદે રૂા.૪૦,૦૦૦/-ની રીકવરી કરેલ અને બાકી નિકળતા રોકડ રૂા.૧,૯૦,૦૦૦/- તથા આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર ન થતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદે સાથે ગાળાગાળી કરી શાખા સળગાવી દેવાની ધમકીઓ આપી રોકડ રૂપિયા પ,૦૦,૦૦૦/- લઈ એમ લોન સિવાયના નિકળતા કુલ રૂા.૬,૯૦,૦૦૦/-લઈ આજ દિન સુધી નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ માણાવદરના હે.કો. વી.જે. સીસોદીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!