મેંદરડા ખાતે બંધ મકાનમાંથી અઢી લાખનાં મુદામાલની ચોરી

મેંદરડા જી.પી.હાઈસ્કુલ પાછળ વલ્લભભાઈ કલ્યાણજીભાઈ સરવૈયા (ઉ.વ.૮૦)ના બંધ મકાનમાંથી ચોરી થયાનું બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર આ કામના ફરીયાદીના બંધ મકાનમાંથી ગઈ તા.ર૧-૯-ર૦ર૦ના સવારના આશરે દસ વાગ્યાથી તા.૧૩-૧૦-ર૦ર૦ના સાંજના આશરે છએક વાગ્યાના કોઈ અજાણ્યા મકાનના મેઈન દરવાજાની ગ્રીલનું તાળુ તથા દરવાજાનું તાળુ તથા ઈન્ટરલોક તોડી મકાનની અંદર પ્રવેશ કરી મકાનમાં આવેલ રૂમમાં ટેબલ ઉપર રાખેલ પતરાની સુટકેસનું તાળુ તોડી સુટકેસમાં રહેલ રોકડા રૂા.આશરે પ૦ હજાર તથા સોનાના દાગીના આશરે પ થી ૬ તોલા આશરે કિ.રૂા.ર લાખ મળી કુલ રૂા. ર.પ૦ લાખની ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ કે.એમ. મોરી ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!