સુપ્રિમ કોર્ટમાં ૬ નવેમ્બરે એક વોર્ડ એક બેઠક કેસની સુનાવણી હાથ ધરાશે

ગુજરાતમાં વધતા જતાકોરોનાના સંક્રમણને ધ્યાને લઈ મળેલી રજૂઆતો બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂફ રાખવાની ચૂંટણીપંચે જાહેરાત કરી છે ત્યારે હાલ સુપ્રિમ કોર્ટમાં એક વોર્ડ એક બેઠક અંગે કોંગ્રેસના આગેવાને કરેલી પિટિશનની સુનાવણી ૬ નવેમ્બરના રોજ હાથ ધરાનાર છે ત્યારે સુપ્રિમ કોર્ટમાં યોગ્ય ચુકાદો મળશે તેવી કોંગ્રેસ હાઈકમાન્ડને આશા છે. જાે આ ચુકાદો કોંગ્રેસની તરફેણમાં આવશે તો હવે પછી યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ૧ વોર્ડ ૧ બેઠકનો અમલ થઈ શકશે. કોંગ્રેસપક્ષ વતિ પ્રવક્તા નરેન્દ્ર રાવત દ્વારા સુપ્રિમ કોર્ટમાં એક વોર્ડ એક બેઠકના કેસ અંગે પિટિશન દાખલ કરવામાં આવેલ છે. આ મામલે તા.૮/૧૦/ર૦ર૦ ગુરૂવારે સુપ્રિમ કોર્ટમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની ર૦ર૦ની ચૂંટણીઓમાં એક વોર્ડ એક બેઠકની માગણી સાથેની બે પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા સુનાવણી મુલતવી રાખવા રજૂઆત થઈ હતી. જેની સામે કોંગ્રેસ પક્ષ તરફથી સિનિયર એડવોકેટ કપીલ સિબ્બલે વાંધો ઉઠાવ્યો હતો કે, આ પિટિશન ચૂંટણી માટે મહત્ત્વની પિટિશન છે. જેમાં સીમાંકન સહિત એકથી વધુ મુદ્દાઓ સામેલ છે. જે બાબતે નિર્ણય લેવો જરૂરી છે. સુપ્રિમ કોર્ટે આ રજૂઆતને ધ્યાને લીધી હતી અને કહ્યું હતું કે, આ બાબતે તા.૬/૧૧/ ર૦ર૦ને શુક્રવારે સુનાવણી હાથ ધરી યોગ્ય આખરી નિર્ણય લેવાય તેવી આશા છે. ગુજરાત સરકારને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં વોર્ડના સીમાંકન મનસ્વીપણે કરવા સામે ર૦૧૫ની ચૂંટણીઓમાં સત્તાવાર વાંધા સૂચનો આપ્યા હતા તેમ છતાં સરકાર અને રાજ્ય ચૂંટણી પંચે તેને ફગાવી દીધા હતા.
આથી સરકાર ચૂંટણી જીતવા સત્તાનો ઉપયોગ કરી મનસ્વી નિર્ણયો દ્વારા વોર્ડોનું સીમાંકન કરી વિભાજન કરે છે તે માટે બંધારણનો ભંગ થાય છે તેવી સુપ્રિમ કોર્ટમાં ર૦૧પમાં પણ રજૂઆતના સંદર્ભમાં પિટિશન દાખલ કરી હતી. જેનો ચુકાદો આજદિન સુધી પેન્ડીંગ છે. હાલમાં આગામી ર૦ર૦ની ચૂંટણીઓ સંદર્ભે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા પુનઃ વોર્ડ સીમાંકનની ભેદભાવ પૂર્ણ ભાગલા પાડતા કોંગ્રેસ પક્ષે કરેલ વાંધા સૂચનો રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સરકારના ઈશારે ફગાવી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારીનો વ્યાપ વધુ હોવાથી હાલ સુપ્રિમ કોર્ટ જૂના કેસો સાંભળતી નથી પરંતુ અત્યંત આવશ્યક અરજન્ટ કેસોની જ સુનાવણી કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!