ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે જ્યારથી સી.આર. પાટીલની નિમણૂક થઈ છે ત્યારથી તેઓ કોંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો પરંતુ નવા પ્રદેશ પ્રમુખ બન્યાના ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભાની હાલ પેટાચૂંટણીમાં ખુદ ભાજપે પાંચ પક્ષપલટુ કોંગી નેતાઓને ટિકિટ આપી છે. કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ટિકિટ અપાતી રોકી ન શકયા તે પ્રદેશ પ્રમુખ હવે તેમને જીતાડવા માટે મેદાનમાં પડ્યા છે. એટલે નવા પ્રમુખ બન્યા બાદ સી.આર. પાટીલને ખ્યાલ આવી જ ગયો હશે કે અહીંયા કીધેલું પાર પાડવું કેટલું અઘરૂં છે. જાે કે હાલ તો પેટા ચૂંટણીમાં નવા પ્રમુખની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી છે. વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠક જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી છે. એની સામે કોંગ્રેસ માટે આઠેય બેઠક ઉપર જીત મેળવવી એ તેની આબરૂ બચાવવા જેવું છે. એનું કારણ એ છે કે આ આઠેય બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે અને એના ઉપરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં ગયા હતા. એમાંથી પાંચને ભાજપે ટિકિટ પણ આપી છે, જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાનસભ્યોની સંખ્યા વધારી શકે. આમ, ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે તો કોંગ્રેસ માટે આબરૂ જાળવવાનો પડકાર છે. ખાસ કરીને આ ચૂંટણી જીતવી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ બન્ને માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. છેલ્લે છ બેઠકની જે પેટાચૂંટણી પક્ષપલટાથી યોજાઈ હતી એમાં ભાજપને કોંગ્રેસના દિગ્ગજ અલ્પેશ ઠાકોર તથા તેના ખાસ સાથીદાર ધવલસિંહ ઝાલાને કમળના નિશાન ઉપર ચૂંટણી જિતાડવામાં નિષ્ફળતા મળી હતી અને ભાજપમાં થઈ રહેલી ચર્ચા મુજબ, ભાજપમાં જે રીતે કોંગ્રેસના અગ્રણીઓને પક્ષપલટો કરાવીને રાતોરાત મંત્રીપદ આપી રહ્ય્šં છે એની સામે પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓનો અસંતોષનું પ્રથમ ટ્રેલર હતું તેમ છતાં પણ રાજ્યસભામાં બહુમતી મેળવવા ભાજપે જે રીતે પક્ષપલટા કરાવ્યા એ પછી ગુજરાતમાં આ પ્રથમ પેટાચૂંટણી છે. પેટાચૂંટણી અંગે પ્રચાર માટેની વ્યૂહરચના માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પ્રદેશ ભાજપની ચૂંટણીલક્ષી બેઠક શરૂ થઇ ગઇ છે. વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. આઠમાંથી પાંચ બેઠક ભાજપે ગુમાવવી પડે એવા ખાનગી સરવેને કારણે ભાજપ ચિંતિત થઈ ઊઠ્યો છે. એને પગલે ભાજપે ચાર-ચાર બેઠક ઉપર શક્તિપરીક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં ૫ અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ ૮ ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews