મહાનગરપાલિકાઓની ચુંટણીમાં જાે એક વોર્ડ એક બેઠકનો અમલ કરવાનો થાય તો કોંગ્રેસ પુર્નઃ બેઠી થઈ શકે છે

0

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં જાે એક વોર્ડ એક બેઠકનો અમલ કરવા સંદર્ભે સુપ્રીમકોર્ટનો ચુકાદો આવી જાય તો કોંગ્રેસની શહેરી વિસ્તારોમાં તો પકડ મજબૂત બનશે જ સાથે સાથે મનપા વિસ્તારમાં વધુમાં વધુ મુસ્લિમ બેઠકો પણ મેળવીં શકાશે. મુસ્લિમ સમાજનો નવી નેતાગીરી પણ ઉભરી આવશે. કારણ કે વોર્ડ નાના થઈ જશે અને બેઠકો યથાવત રહેશે પરિણામે ૧પથી ર૦ હજાર મતો મેળવવાના રહેતા હોવાથી મુસ્લિમ ઉમેદવારોને જીતની શકયતા વધી જશે. હાલ અમદાવાદ અને જામનગર સિવાય એકે મહાનગરપાલિકામાં મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ નથી અને ભાજપ મુસ્લિમ સમાજનું નેતૃત્વ નામશેષ કરવા વર્ષોથી કાવાદાવા રચી રહ્યો છે. તે માટે વોર્ડનું વિભાજન અને એક વોર્ડ દીઠ ત્રણ બેઠક અને ત્યાર બાદ ચાર બેઠકો કરી નાખી છે. પરિણામે મતદારો અલગ અલગ વોર્ડમાં વહેંચાઈ જતા કોંગ્રેસને અને મુસ્લિમ સમાજને નુકસાન ભોગવવું પડયું છે.
જાે વોર્ડ દીઠ એક બેઠકનો અમલ થઈ જાય તો અમદાવાદ અને જામનગરમાં કોંગ્રેસની અને મુસ્લિમ સમાજની હાલની જે બેઠકો છે. તેમાં તો વધારો થશે જ સાથે સાથે અન્ય મહાનગરપાલિકા કે જ્યાં મુસ્લિમ સમાજનું નેતૃત્વ નામશેષ થઈ રહ્યું છે. ત્યાં પણ નવું નેતૃત્વ ઉભરી શકશે. પરિણામે વડોદરામાં ૧૨થી ૧૫, સુરતમાં ૧૫થી ૨૦, ભાવનગર અને રાજકોટમાં ૧૦થી ૧૨ બેઠકો આવી શકે તેમ છે. કારણ કે ૧૫થી ૨૦ હજારનો એક વોર્ડ થઈ જાય તો જીતવા માટે જરૂરી ૫થી ૬ હજાર મતો સહેલાઈથી મેળવી શકાય તેમ છે. જાે કે તે માટે મુસ્લિમ સમાજે પણ પોતાના મતોમાં ભાગલા પાડવાના બદલે સમાજમાંથી કોઈ એક સારો ઉમેદવાર ચૂંટાઈ આવે તે માટે સામૂહિક પ્રયત્નો કરવા પડે. ગતરોજ ચૂંટણી આયોગ દ્વારા ૬ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુલત્વી રાખવાની જાહેરાત કરાતા જ કોંગ્રેસમાં ઉત્સાહનો સંચાર થયો છે અને તેમની વ્યૂહરચના સફળ થતી હોય તેમ જણાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!