વેરાવળમાં રેયોન હાઉસીંગ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા ચાર જુગારીઓને રોકડા રૂા.૮૩પ૦ તથા મોબાઇલ નંગ ૬, ટીવી નંગ ૧ મળી કુલ રૂા.૩૩,૩પ૦ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ જયારે એક શખ્સ નાસી જતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે. ગીર-સોમનાથ જીલ્લાનાં એલસીબીના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ સહિતના સ્ટાફે બાતમીના આધારે વેરાવળમાં આર્શીવાદ હોસ્પીટલ સામે આવેલ રેયોન હાઉસીંગ સોસાયટીના બીલ્ડીંગમાં રહેતા કીરીટ હરીભાઇ ગોંધીયાના મકાન ઉપર દરોડો પાડી ક્રિકેટ ટુર્નામેન્ટ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલની ઓનલાઇન એપ્લીકેશનથી બેલેન્સવાળી લીંકથી બહારથી અન્ય લોકોને બોલાવી ક્રિકેટનો સટ્ટો રમતા કીરીટ હરીભાઇ ગોંધીયા, મીલન જયસુખલાલ ઠકકર, નીમેશ કીરીટભાઇ ગોંધીયા, રોમલ અશોકભાઇ રૂપારેલીયાને રોકડા રૂા.૮,૩પ૦ તથા મોબાઇલ નંગ ૬ કીં.રૂા. ર૧ હજાર, ટીવી નંગ ૧ કીં. રૂા.૪ હજાર મળી કુલ રૂા.૩૩,૩પ૦ ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ હતાં. જયારે ધવલ રૂપારેલ નામનો શખ્સ નાસી જતા તેને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews