માળિયાહાટીના તાલુકાનાં નટરાજ નટુભાઈ સિસોદીયાએ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ઓફ ઈન્ડિયા પાસેથી માહિતી અધિકાર કાયદા અંતર્ગત ફસલ યોજના અંગેની માહિતી માંગી હતી. જે અંગે નવી દિલ્હીનાં એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપનીના એપેલેટ ઓથોરીટી અને ડેપ્યુટી જનરલ મેનેજર રામપાલ એસ. રાવતે ૧ નવેમ્બરનાં તેમને આ અંગેની માહિતી મોકલી આપી છે. જેમાં માળિયાહાટીના તાલુકાની ગ્રામ પંચાયત અને ગામોમાં ખરીફ ર૦૧૮ સિઝનમાં મગફળી પાક માટે કુલ દાવા રૂા.૬૦,૭પ,૭૦,ર૦૧.૩પ ચુકવેલ છે. વધુમાં આંબેચા, અકાળા, અકાળા(ગીર), અવાણીયા, ભંડુરી, ઘુંઘટી, જાનકી, જુનાગળોદર, જુથળ, કડાયા, કેરાળા, માળિયા, વડલા, વિરડી, ગામોના નામ આપેલ તે ગામોમાં મગફળી પાક માટે કુલ દાવા રૂા.૧૬,૦ર,૭૧,૮૭ર.૩૦ ચુકવેલ છે. તેમજ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાની ગાઈડ લાઈન મુજબ જે તે સીઝનના પાકવાર, અધિસુચિત એકમવાર ઉપજના આંકડાઓને આધારે થે્રશોલ્ડ ઉપજ કરતાં ચાલુ વર્ષની ઉપજમાં ઘટ આવે તેના પ્રમાણમાં દાવાઓ ચુકવવા પાત્ર થાય છે. જાે ઘટ ન વર્તાય તો દાવાઓ ચુકવવા પાત્ર થતાં નથી તેમ જણાવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews