જૂનાગઢ ખાતે આગામી દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રોપ-વે યોજનાનું લોકાર્પણ થવા જઈ રહયું છે. ત્યારે ૯મી નવેમ્બરનાં જૂનાગઢનાં મુકિતદિને આઝાદી જંગનાં લડવૈયા અને આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ.દુર્લભજીભાઈ કલ્યાણજીભાઈ નાગ્રેચા તથા તેમના ધર્મપત્નિ સ્વ.વિજયાલક્ષ્મીબેન દુર્લભજીભાઈ નાગ્રેચાની કાયમી સ્મૃતિ જળવાઈ રહે તે માટે કોઈપણ એક માર્ગને તેઓનું નામ આપવા જૂનાગઢના સામાજીક કાર્યકર અને ચેમ્બર્સ ઓફ કોમર્સનાં પુર્વમંત્રી ભુપેન્દ્રભાઈ જાેબનપુત્રાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી તેમજ વડાપ્રધાન તેમજ સંબંધીત વિભાગોને પત્ર દ્વારા રજૂઆત કરી છે. આ પત્રમાં વધુમાં જણાવેલ છે કે, બિલખામાં લોહાણા રઘુવંશી સમાજનાં વીર પુરૂષ અને સ્વાતંત્ર સેનાની તેમજ આરઝી હકુમતનાં ગુપ્તચર કમાન્ડર સ્વ.દુર્લભજીભાઈ નાગ્રેચા અને તેમના ધર્મપત્ની સ્વ.વિજયલક્ષ્મીબેન નાગ્રેચાની આઝાદી ચળવળમાં મહત્વની ભૂમિકા રહી છે. તેમજ આઝાદી બાદ પણ પ્રજાકીય સેવાની એક જયોત જગાવી હતી. અને નાગ્રેચા પરિવારનો ૭૦ વર્ષનો વારસો આજે પણ જળવાઈ રહયો છે. ત્યારે તેમની સ્મૃતિ કાયમી જળવાઈ રહે તે માટે તત્કાલ યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી જયેન્દ્રભાઈ જાેબનપુત્રાએ કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews