આમ પ્રજાની દિવાળી તમારા હાથમાં, લોન ઉપર ચક્રવૃધ્ધિ વ્યાજ માફનાં મામલે સુપ્રીમે સરકારને ટકોર કરી

0

લોન મોરેટોરિયમમાં ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવાના મામલે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ ન્યાયાલયે ટિપ્પણી કરી કે, સામાન્ય વર્ગના લોકોની દિવાળી કેન્દ્ર સરકારના હાથમાં છે. સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે, જે લોકોએ રૂા.૨ કરોડ સુધીની લોન લીધી છે તેમનું વ્યાજનું વ્યાજ માફ કરવાની ઔપચારિકતાઓ ક્્યારે પૂર્ણ કરાશે ? સરકારે જવાબમાં જણાવ્યું કે, રાહત આપવાની મર્યાદા ૧૫ નવેમ્બર છે. સરકાર એક મોટો બોજ વહન કરી રહી છે, પરંતુ અમે આ આંકડાનો ઉલ્લેખ નથી કરી શકતા. સરકાર દ્વારા જે રાહત આપવામાં આવશે તે લાગુ થઈ જશે. સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા એક માસનો સમય માંગતા સુપ્રીમે પૂછ્યું કે શા માટે આટલો સમય જાેઈએ છે. અમે સરકારની વાત સાથે સહમત નથી. જાે કેન્દ્રે ર્નિણય લઈ લીધો છે તો પછી અમલ કરવામાં વિલંબ શા માટે થઈ રહ્યો છે. સરકાર તરફથી આ ઉચીત નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે વિલંબ કરવો સામાન્ય વ્યક્તિના હિતમાં નથી. સામાન્ય વ્યક્તિની દુર્દશા ઉપર નજર કરો. અમે ઓર્ડર પારિત નથી કરી રહ્યા. સામાન્ય લોકોની દુર્દશા ઉપર વિચાર કરો. નાના લોકોને રાહત આપવી એક આવકાર્ય ર્નિણય છે. પરંતુ તેનો ઠોસ અમલ પણ જરૂરી છે. આરબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે કોરોના વાયરસ મહામારીથી સંબંધિત રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત માત્ર એ જ લોન રિસ્ટ્રકચર કરવામાં આવશે, જે ૧ માર્ચે સ્ટાન્ડર્ડ હતી અને જેમાં કોઈ ડિફોલ્ટ થયું નહીં હોય. આ રિઝોલ્યુશન ફ્રેમવર્ક ૬ ઓગસ્ટે બહાર પડાયું હતું. આ સિવાય આરબીઆઈએ ઘણી અન્ય પ્રકારની લોનના રિઝોલ્યુશનને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ કરી હતી. આરબીઆઈએ કહ્ય્šં હતું કે ૧ માર્ચ ૨૦૨૦ના રોજ જે લોન એકાઉન્ટમાં ૩૦ દિવસથી વધુ સમયથી પેમેન્ટ થયું નથી, એને પછીથી રેગ્યુલરાઇઝ કરવામાં આવે, તે કોવિડ-૧૯ રિઝોલ્યુશન ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્યુશન યોગ્ય હશે નહિ, કારણ કે રિસ્ટ્રક્ચરિંગ ફ્રેમવર્ક માત્ર યોગ્ય લોન ધારકો ઉપર જ લાગુ થશે, જે ૧ માર્ચ ૨૦૨૦ના રોજ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં હતા. જાે કે આવા અકાઉન્ટ ૭ જૂન ૨૦૧૯ના રોજ પ્રુડેન્શિયલ ફ્રેમવર્ક અંતર્ગત રિઝોલ્વ કરી શકાશે. નિયમનકારના મતે અમલીકરણ હેઠળની પ્રોજેક્ટ લોનના પુર્નગઠનના મુદ્દે જે પ્રોજેક્ટની કામગીરી શરૂ થવાની તારીખ મુલતવી રખાઈ હોય તેમને રિઝોલ્યુશન માળખામાંથી બાકાત રાખવામાં આવે છે. આવા એકાઉન્ટ્‌સનું ૭ ફેબ્રુઆરી ૨૦૨૦થી અને ધિરાણ સંસ્થાઓની ચોક્કસ શ્રેણી માટે લાગુ પડતી અન્ય સુચનાઓ મુજબ નિયમન કરવામાં આવશે. કેન્દ્રએ જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોને વધુ રાહત આપી શકતા નથી અને અદાલતે આર્થીક મામલામાં દખલ આપવી જાેઈએ નહીં. રિઝર્વ બેંકે પણ કોર્ટેને કહ્યું હતું કે, છ માસથી વધુ સમય સુધી હપ્તા અટકાવી શકાય નહીં કેમ કે, આ પધ્ધતિ લોન પ્રણાલીને નુકશાન કરશે. કેન્દ્રએ સમય માંગતા સુપ્રીમ કોર્ટે કહ્યું વ્યાજ ઉપરના વ્યાજની માફીનો નિર્ણય અમલી બનાવવા એક માસનો વિલંબ બિનજરૂરી છે. સરકાર તરફથી આ યોગ્ય વલણ નથી. આ મામલામાં હવે વધુ સુનાવણી બીજી નવેમ્બરે હાથ ધરાશે. જસ્ટિશ અશોક ભૂષણ, જસ્ટિશ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિશ એમ આર શાહની ત્રણ જજાેની ખંડપીઠે લોન ઉપરના હપ્તામાં રાહત આપવાની અરજી અંગે સુનાવણી કરી હતી. સુનાવણી વખતે પી. ચિદમ્બર અને એસજી તુષાર મહેતા વચ્ચે દલીલો થઈ હતી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે, કોર્ટ સરકાર પાસેથી એક ખાતરી માંગે છે. અદાલત એક સંદેશ મોકલવા માંગે છે. કોર્ટ સામાન્ય વર્ગના લોકોને એક સંદેશ મોકલવા માંગે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!