કેન્દ્રના કૃષિ કાયદાઓને રદ કરવા ખરડો લાવવા માટે પંજાબ સરકાર ૧૯મી ઓક્ટોબરે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવશે. સરકાર દ્વારા બહાર પડાયેલા નિવેદન અનુસાર મુખ્યમંત્રી અમરિન્દર સિંહની આગેવાનીવાળી કેબિનેટની બેઠક ખાતે આ નિર્ણય લેવાયો છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ પહેલા જાહેરાત કરી હતી કે, તેમની સરકાર સંઘીય માળખા વિરોધી અને દોષપૂર્ણ કાયદાઓનો ખરડાઓ દ્વારા નખશીખથી લડાઇ લડશે. ઉપરાંત કાયદાકીય માર્ગો દ્વારા પણ તેને લડત અપાશે. કેટલાક દિવસ અગાઉ જ મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, તેઓ કેન્દ્ર દ્વારા લવાયેલા કાયદાઓની ભયાનક અસરને જાેતાં રાજ્યના કાયદાઓમાં જરૂરી સુધારા કરવા માટે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવશે. કેન્દ્ર સરકાર દ્વારા લવાયેલા કાયદા ખેડૂતો ઉપરાંત કૃષિ અને અર્થતંત્રને નષ્ટ કરવા માટેની મેલીમુરાદ છે. નિવેદનમાં જણાવાયું હતું કે, વિધાનસભાનુું ખાસ સત્ર બોલાવવા માટે રાજ્ય સરકાર કાયદેસર રીતે પણ સત્તા ધરાવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews