વાઘેશ્વરી મંદિરે સોશ્યલ ડિસ્ટન્સ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે

0

જૂનાગઢ ખાતે વર્ષોની પરંપરાઓ મુજબ આ વર્ષે પણ આસો નોરતા (નવરાત્રી) શ્રી વાઘેશ્વરી માતાજીના દર્શનાર્થીઓ માટે તા.૧૭/૧૦/ર૦ર૦થી રપ/૧૦/ર૦ર૦ સુધી સરકારની સુચના અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે ઉજવવામાં આવશે. મંદિરનો સમય સવારે પ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી રહેશે જેમાં સવારે મંગળા આરતી ૬ઃ૧પ મીનીટે, શૃંગાર આરતી ૮ઃ૧પ મીનીટે તથા શયન આરતી સાંજે ૭ઃ૧પ મીનીટે રહેશે અને મંદિર બપોરે ૧ થી ૩ વાગ્યા સુધી દર્શન બંધ રહેશે તેમજ ઉપલા વાઘેશ્વરી મંદિર પણ સવારના ૧ વાગ્યાથી રાત્રીના ૯ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે તેની મંગળા આરતી ૬ઃ૪પ મીનીટે, શૃંગાર આરતી ૭ઃ૪પ મીનીટે તથા શયન આરતી સાંજે ૬ઃ૪પ મીનીટે થશે તો દરેક ધર્મપ્રેમી જનતાએ દર્શનના લાભ લેવા વિનંતી છે. આ વર્ષની નવરાત્રીમાં કોવીડ-૧૯ને હિસાબે માઈ ભકતોએ તેમજ દર્શનાર્થીઓએ કોરોના કાળને ધ્યાનમાં રાખી સરકારની સુચના મુજબ સોશ્યલ ડિસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી, સેનેટાઈઝરનો ઉપયોગ કરી અને માતાજીના દર્શનનો લાભ લેવો. દર્શનાર્થીઓને ઓનલાઈન માધ્યમથી દર્શન પણ કરાવવામાં આવશે. ૬પ વર્ષથી વધુ વયના વયસ્ક નાગરીકો, ૧૦ વર્ષથી ઓછી ઉમરના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અન્ય બીમારીથી પિડીત વ્યકિતઓ આ પ્રકારના ધાર્મિક સમારોહમાં ભાગ ન લે તે સલાહભર્યું છે. તો નવરાત્રીમાં હાજરી આપવા માઈભકતોને તથા દર્શનાર્થીઓને શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના ટ્રસ્ટીઓ મુકેશભાઈ રાજપરા, રમીલાબેન વેડીયા તથા વિજયભાઈ કિકાણી દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવે છે. માઈભકતોને દર્શન કરી સરકારની સુચના મુજબ મંદિર પરીસરમાં તથા ગ્રાઉન્ડની અંદર ભીડ ન કરવી તેમજ એકઠા થવું નહી તેવી વાઘેશ્વરી માતાજી ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!