જૂનાગઢના મજેવડી ગામેથી પોલીસે બોગસ તબીબને ઝડપી લઈ દવાઓ કબ્જે કરી હતી. જૂનાગઢ એસઓજીના પીઆઈ એચ. આઈ. ભાટી, પીએસઆઈ જે. એમ. વાળા, અને સ્ટાફે આઈજી મનીન્દર પ્રતાપસિંઘ પવાર અને જિલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે તપાસ હાથ ધરી હતી અને હવેલી ગલીમાં ડિગ્રી વિના તબીબી પ્રેકટીસ કરતા સુરેશ મગનભાઈ અભાણી (ઉ.વ. પ૮)ને ઝડપી લીધો હતો. પોલીસે તબીબ પાસેથી રૂા. પરપ૩ની કિંમતની ૩ર દવાઓ પણ કબ્જે કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં ડિગ્રી વગર પ્રેકટીસ કરતા બોગસ તબોબો ઉપર એસઓજી પોલીસે છેલ્લા બે દિવસથી ઘોંસ બોલાવી છે જેમાં માળીયાહાટીનાના માતરવાણિયા ગામમાંથી નકલી તબીબને ઝડપી લીધા બાદ ગઈકાલે મજેવડી ગામેથી બોગસ તબીબને પોલીસે ઝડપી લીધો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews