ખંભાળિયાની અપરિણીત યુવતીએ ટ્રેન હેઠળ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી

ખંભાળિયામાં રહેતી એક અપરિણીત યુવતીએ ગત મોડી સાંજે ટ્રેન હેઠળ આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગેની જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયાના વંડીફળી વિસ્તારમાં રહેતા રામઈબેન ખેતસીભાઈ કારીયા (ઉ.વ.૨૦)એ ગત સાંજે પોણા સાતેક વાગ્યે ખંભાળિયાના રેલ્વે સ્ટેશનમાંથી પસાર થતી એક માલગાડી હેઠળ સ્ટેશનના એન્ટ્રી ગેઈટ પાસેથી દોટ મુકી ઝંપલાવી દેતા આ માલગાડી હેઠળ કપાઈ જવાના કારણે તેણીનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યું નિપજયુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!