ર૦ર૦નાં વર્ષમાં અનેક શુભ સંયોગ વચ્ચે નવરાત્રીમાં કેટલાક અમંગળ યોગ બની રહ્યા છે જે વિશ્વમાં ઉથલપાથલનાં સંકેત આપે છે. આવતીકાલે અશ્વિન મહિનાનાં શુકલ પક્ષની પ્રતિપદ તિથિ છે. આજ દિવસથી શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહી છે. જે રપ ઓકટોબર રવિવારે સમાપ્ત થશે. આ જ કારણ છેે કે આ વખતે નવરાત્રીમાં ૮ દિવસ પૂજા અને ૯માં દિવસે વિસર્જન થશે. આ વર્ષે કેટલાક સંયોગો પણ થયા છે, જેને કારણે જયોતિષીઓ ચિંતિત છે, દેશ અને વિશ્વમાં ભારે ઉથલપાથલ થઈ શકે છે. જયોતિષઓનાં મતે આ શુભ સંકેત નથી. આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે અને શનિ પશ્ચિમ દિશાનો સ્વામી છે અને અશ્વ પણ આ દિશાનો કારક માનવામાં આવે છે. આને કારણે, પશ્ચિમી દેશોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેઓ કુદરતી આફત, વાવાઝોડા અથવા આતંકવાદી ઘટનાથી પરેશાન થઈ શકે છે. ઉપરાંત, કોરોના જેવો રોગચાળો ફરીથી તેનું સ્વરૂપ લઈ શકે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews