બીજા નોરતે માતાજી નવદુર્ગાશક્તિ માનું બ્રહ્મચારીણી સ્વરૂપનું પૂજન થાય છે. ચારણી એટલે કે તપનું આચરણ કરનાર માતાજીનું સ્વરૂપ જયોતિર્મય અને ભવ્ય છે.માતાજીના જમણા હાથમાં જપ માળા અને ડાબા હાથમાં કમંડળ છે. હિમાલયને ત્યાં માતાજીએ જન્મ લઈને ઉગ્ર તપ કરેલું. તપના પ્રભાવથી માતાજીનું નામ તપચારીણી એટલે બ્રહ્મચારીણી થયું. તપના પ્રભાવને લીધે માતાજીનું સ્વરૂપ ક્ષીણ થયેલું ત્યારે માતાજીને ચિંતા થાય છે અને અવાજ કરે છે ઉમા, આથી માતાજીનું નામ ઉમા પડે છે. માતાજીનું તપ જાેઈ બ્રહ્માજી આકાશવાણી કરે છે કે, તમને માતાજી પતિ સ્વરૂપે પ્રાપ્ત થશે. માતાજી દુર્ગાનું આ સ્વરૂપ અનેક સિધ્ધી આપનાર છે તથા માતાજીની ઉપાસનાથી તપ, ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. માતાજીની ઉપાસનાથી વિજયની પણ પ્રાપ્તિ થાય છે.
માતાજી બ્રહ્મચારીણી ઉપાસનાનો મંત્ર
ૐ હ્રીં શ્રીં અમ્બિકાયે નમઃ
નૈવેદ્યમાં સફેદ મીઠાઈ અને દુધ અર્પણ કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews