ત્રિશુલ દીક્ષા સમારોહ તેમજ હનુમાન ચાલીસાના ૧૧ હોમાત્મક પાઠ

0

નવરાત્રી પર્વનો આજથી શુભારંભ થયો છે અને શકિતની આરાધના પર્વ દરમ્યાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન થઈ રહયા છે. દરમ્યાન આજ તા.૧૭ ઓકટોબર ર૦ર૦નાં રાત્રી
૯-૩૦ થી ૧૧ દરમ્યાન ઓમકારેશ્વર મંદિરની બાજુમાં દીપાંજલી ખાતે આવેલ રૂદ્ર હનુમાન મંદિરે પૂજારી, સાધુ સંત મહંત, પરિષદ ના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, મંત્રી, સહ મંત્રી, સત્સંગ આયામ પ્રમુખ, ધર્માંચાર્ય પ્રમુખ દ્વારા ત્રિશુલ દીક્ષા કરવામાં આવશે. વિશ્વ હિન્દૂ પરિષદ જૂનાગઢ મહાનગર ટીમ તરફથી દર શનિવારે કોઈને કોઈ હનુમાનજીના મંદિરે હનુમાન ચાલીસાના ૧૧ હોમાત્મક પાઠના કાર્યક્રમનું આયોજન કરવુ એ ક્રમના ભાગ રૂપે આજે આયોજન કરેલ છે. વિશેષ માહિતી માટે ડો.મનીષભાઈ કુબાવત કે જેઓ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના સત્સંગ પ્રમુખ છે એમનો સંપર્ક ૯૮૨૫૭૮૭૯૦૭ નંબર ઉપર કરી શકાય. એમની સહાયમાં આજ વિસ્તારમાં રહેતા કેતનભાઈ ભટ્ટનો સાથ સહકાર પણ રહેશે જેમનો નંબર ૯૦૩૩૮૧૦૭૯૧ છે. કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!