જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી હદપારી, પાસા હેઠળ કામ ચલાવવામાં આવે છે. દરમ્યાન સરકારશ્રીની સુચના હેઠળ જૂનાગઢમાં વ્યાજખોરને પાસા હેઠળ ધકેલી દેવામાં આવ્યો હોવાનો પ્રથમ બનાવ બનવા પામેલ છે.
આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા પાસા કાયદામાં સુધારો કરી પાસા એકટમાં જુગાર ધારા, મની લોન્ડરીંગ, જાતીય સતામણી, સાયબર ક્રાઈમ સહિતના ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ પણ અસામાજીક પ્રવૃત્તિ ડામવાના ભાગરૂપે સમાવેશ કરવામાં આવેલ છે. જે સુધારા વટહુકમ અન્વયે જૂનાગઢ રેન્જનાંડીઆઈજી મનીન્દરસીંગ પવાર તેમજ જીલ્લા પોલીસવડા રવિતેજા વાસમશેટીની સુચના અને માર્ગદર્શન અને ગેરકાયદેસર નાણાં ધિરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શાંતેશ્વર મંદિર સામે કિંગ્સ રેસીડેન્સીમાં રહેતા દેવાંગ ઉર્ફે લચ્છુભગવાનજી કયાડા સામે બી-ડિવિઝનમાં મારામારી તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ થયો હતો. રાજય સરકાર કાયદામાં કરેલા સુધારા બાદ જૂનાગઢ પોલીસે આ વ્યાજખોર શખ્સ સામે અને અમાનુષી વ્યાજ વસુલવાના ગુન્હા, ગેરકાયદેસર ધિરાણ લાયન્સ વગર નાણા ધીરાણ કરવા બદલ પાસાની દરખાસ્ત કરાઈ હતી. જેને જીલ્લા મેજીસ્ટ્રેટે મંજુરી આપતા એલસીબી પીઆઈ આર.કે. ગોહીલ સહિતના સ્ટાફે દેવાંગ ઉર્ફે લચ્છુ કયાડાની પાસા હેઠળ અટક કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો હતો. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના ઈન્ચાર્જ પીઆઈ આર.કે.ગોહીલ તથા પીએસઆઈ ડી.જી.બડવા, પીએસઆઈ વી.કે.ડાકી, એસ.એ.બેલીમ, નિકુલ એમ. પટેલ, ડાયાભાઈ કરમટા, વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી આ કામગીરી કરેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews