સુરતનાં હિરા વ્યાપારીએ હાર્દિક હુંડીયાનાં અભિનયમાં છુપાયેલા સંદેશને જીવનમાં ઉતારીને શેરબજારમાં કામ નહીં કરવાનું વચન લીઘું

જાણીતા વરિષ્ઠ પત્રકાર અને સમાજમાં એક ઉમદા સંદેશો આપવાનાં હેતુથી અભિનયનાં માધ્યમથી પોતાના વિચારો લોકો સુધી પહોંચાડનાર સ્ટાર રિપોર્ટનાં પ્રધાન સંપાદક હાર્દિક હુંડીયાએ તેમના પત્રકારીતાનાં ક્ષેત્રમાં કલમનાં સાચા પ્રહરી બનીને સમાજની સેવા શરૂ કરેલ છે. વિશ્વમાં પ્રસિધ્ધ સબ ટીવી ઉપરથી પ્રસારિત ધારાવાહિક તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં નિર્માતા આશિતભાઈ મોદી અને હાર્દિકભાઈ પરમ મિત્ર છે. અને મિત્રતાની સાથે સાથે આશિતભાઈ હાર્દિક હુંડીયાનાં અભિનયનાં પણ પ્રસંશક છે. વર્તમાનની પરિસ્થિતિમાં કોરોના સંક્રમણની આ ગંભીર બિમારીની સામે દેશ અને દુનિયા લડી રહી છે. વેપારીઓ, નોકરિયાત લોકો, વિદ્યાર્થી સહિત બધા લોકો લોકડાઉનને કારણે તકલીફમાં છે . આ બધી વર્તમાન પરિસ્થિતિને બહુ સકારાત્મક અને સાચી દિશા સાથે ધારાવાહિકની કથાવસ્તુમાં ઢાળીને સંસારને એક ઉતમ સંદેશ આપવાનું કાર્ય આશિતભાઈ મોદી કરે છે. વેપારીઓને સાચી દિશા મળે, સાચી સલાહ મળે તેને અભિવ્યક્તિ દ્વારા હાર્દિક હુંડીયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સંદેશ આપ્યો છે. પ્રસારિત થયેલ એપિસોડમાં તેજીભાઈનાં પાત્રમાં હાર્દિકભાઈ હુંડીયાએ આ ધારાવાહિકનાં પાત્ર જેઠાલાલને એક મિત્રની જેમ સલાહ આપી કે કોરોનાની આ પરિસ્થિતિમાં વ્યાપાર અને પૈસાની લેવડદેવડમાં બહુ જ સમજદારી રાખવાની જરૂર છે. નહીં તો રૂપિયાનાં દસ પૈસા થઈ જાતા વાર નહીં લાગે. વધુમાં તેઓએ જેઠાલાલને કહ્યું કે શેરબજારમાં તો ભુલથી પણ પૈસાનું રોકાણ કરતા નહીં. હાર્દિકભાઈ હુંડીયાના આ અભિનયમાં છુપાયેલા ઉમદા સંદેશાને સુરતનાં હિરા વ્યાપારી નિહાર શાહે પોતાના જીવનમાં ઉતારી લીધો. તેઓએ તે જ સમયે વચન લીધું કે તે હવે પોતાની મહેનતથી કમાયેલા પૈસા આ રીતે શેરબજારમાં લગાડીને પૈસાને ડુબાડવાનું કામ ક્યારેય નહીં કરે.
નિહાર શાહે પોતાના મનોભાવને વ્યક્ત કરતાં જણાવ્યું કે મહેનત કરીને અમીર બનો, નીતિથી કમાયેલા પૈસા પ્રસિધ્ધી આપે છે. શોર્ટકટથી અરબપતિ બનવાનાં ચક્કરમાં જે છે તે પણ ડુબી જાય છે. અને બદનામી મળે તે અલગથી. હાર્દિકભાઈ હુંડીયાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આ બધી વાત અભિનયનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડી છે. સમાજને સાચો માર્ગ બતાવ્યો છે. તેમણે જે સલાહ આપી તે મારા મન માં ઉતરી ગઇ. અને મેં તે જ સમયે ર્નિણય લીધો કે શેરબજારમાં કયારેય પૈસાનું રોકાણ નહીં કરૂં. હું મારી મહેનતનાં પૈસા બીજાની કંપનીમાં શા માટે લગાડીને નુકશાની વહોરૂ. નિહાર શાહે કહ્યું કે આટલો સુંદર તટસ્થ અને પારદર્શી સંદેશો ઉમદા અભિનય દ્વારા સમાજને આપનાર વરિષ્ઠ પત્રકાર અને આપણાં સૌને સાચો માર્ગ બતાવનાર હાર્દિકભાઈનો ખુબ ખુબ આભાર માનું છું. અને તેમના ઉમદા અભિનય માટે અભિનંદન આપું છું. હાર્દિક હુંડીયાએ અભિનયની સાથે સાથે તેમની લેખની અને લોકો સાથે વાર્તાલાપ કરીને સાચી દિશાએ અનેક લોકોને વાળ્યા છે. કોઈને સાચો માર્ગ બતાવવો ખૂબ જ પૂણ્યનું કામ છે. હાર્દિક હુંડીયાએ અનેક લોકોનાં જીવન સુધાર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!