Thursday, January 21

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ભાજપ પ્રેરીત ખેડૂત વિકાસ પેનલનો ભવ્ય વિજય

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ભારે ખેંચતાણ વચ્ચે ચુંટણી ગઈકાલે યોજાઈ હતી. જેમાં અગાઉથી જ ભાજપ પ્રેરીત વેપારી પેનલની ચાર બેઠકો માર્કેટીંગ યાર્ડની સ્થાપના થયા બાદ પ્રથમ વખત બીનહરીફ થઈ હતી. જયારે અન્ય ૧ર બેઠકો માટે મતદાન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા પ્રેરીત કરેલ કૃષિ વિધેયક બાદ પ્રથમ વખત ખેડૂતોની સંસ્થાનું જૂનાગઢમાં મતદાન યોજાયેલ હતું. જેમાં જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ રચાયેલ ખેડૂત વિકાસ પેનલનાં તમામ ૧ર ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થયેલ છે. અત્રે નોંધનીય છે કે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચુંટણીમાં ફોર્મ ભરતાની સાથે જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઈ શરૂ થઈ ગયેલ હતી. પરંતુ પરીણામના અંતે કોંગ્રેસ પ્રેરીત પેનલનાં દરેક ઉમેદવારે હારનો સામનો કરવો પડયો છે. અત્રે એ બાબતે ધ્યાન દોરાઈ રહયું છે કે જૂનાગઢ જીલ્લામાં સંગઠનની જવાબદારી કિરીટ પટેલને સોંપવામાં આવ્યા બાદ જૂનાગઢમાં સહકારી ક્ષેત્રે ભાજપનો દબદબો વધ્યો છે. અને કોંગ્રેસને સહકારી ક્ષેત્રે પરાસ્ત કરી છે. ત્રણ મહીના પહેલા યોજાયેલી જીલ્લા સહકારી બેંકમાં ભાજપનાં દરેક ડિરેકટરો બિનહરીફ થયેલ હતાં. આમ એક પછી એક સહકારી સંસ્થામાં ભાજપનો કબ્જાે વધુ મજબુત થઈ રહયો છે. તેનું વધુ એક ઉદાહરણ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડે પુરૂ પાડેલ છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચુંટણી પહેલા જૂનાગઢ તાલુકાનાં ખેડૂત ભાઈઓએ ભાજપ તરફી આપેલો જનાદેશને ભાજપની યશકલગીમાં ઉમેરો કર્યો છે. આ જીતને માર્કેટીંગ યાર્ડનાં પૂર્વ ચેરમેન ભીખાબાપા ગજેરા, વિનુભાઈ હપાણી, હરજીભાઈ સરધારા, નટુભાઈ પટોળીયા અને તાલુકા સંગઠનનાં પ્રમુખ સહીત આગેવાનોએ વધાવેલ છે અને મતદારો પ્રત્યે આભાર પ્રગટ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!