જૂનાગઢ શહેર એટલે ગેરકાયદેસર બાંધકામોનું મોટુ શહેર આ સોરઠ શહેરમાં આડેધડ બાંધકામો મંજુરી વીના પણ ધમધમી રહયા છે. તો અનેક જગ્યાએ એવી છે કે જયાં પાર્કિંગની જગ્યાએ દુકાનો બની ગઈ છે અને જયારે – જયારે જે તે સંબંધીતોને પગ નીચે રેલો આવે છે. ત્યારે ગેરકાયદેસરનો મુદો ઉછાળવામાં આવે છે. અને ત્યારબાદ જે સમજાેતા થાય છે. (જે તે વ્યકિતને કેટલાક પ્રકારની મંજુરી અથવા તો આંખ આડા કાન કરવા બાબત) તેને લઈને આખું પ્રકરણ ઢંકાઈ જતું હોય છે. એવું જ કાંઈક ફાયર સેફટીનાં સાધનો બાબતમાં પણ થયું છે. સોરઠ સરકારશ્રીએ એવી સ્પષ્ટ સુચના આપી છે કે, બાંધકામો કરતી વખતે ફાયર સેફટીના સાધનો હોવા જરૂરી છે. અને દરેક એપાર્ટમેન્ટ, મોલ, જાહેર સ્થળો કે અન્ય કોઈપણ સ્થળે ફાયર સેફટી હોવી જાેઈએ. થોડા સમય પહેલા શાળાઓ, ટયુશન કલાસીસો, જાહેર સ્થળો, મોલ, એપાર્ટમેન્ટો વગેરેમાં ફાયર સેફટી અંગેનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. અનેકને નોટીસો પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ આગળ કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોતા. તાજેતરમાં અમદાવાદની એક હોસ્પિટલમાં આગ લાગવાના બનાવને પગલે ગુજરાતનાં તમામ શહેરોમાં હોસ્પિટલ, શાળા, કોલેજ, જાહેર સ્થળો, મોલ, એપાર્ટમેન્ટો વગેરેમાં ફાયર સેફટી બાબતે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ છે. પરંતુ જૂનાગઢ શહેરમાં આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી. જેથી જૂનાગઢ એક જાગૃત નાગરીકે ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરેલ છે અને તેમાં દર્શાવેલ છે કે જૂનાગઢ શહેરની અનેક ઈમારતો એવી છે કે, જેમાંફાયર સેફટીનો સદંતર અભાવ છે. જૂનાગઢમાં ૧૧૦ મિલકતોમાં ફાયર સેફટીના અભાવ હોવાની વિગત મળી હતી. આ જાગૃત નાગરીકની પીઆઈએલને નઝર અંદાજ કરી મહાનગરપાલિકાનાં જવાબદાર અધિકારીઓને તેનો જવાબ દેવા નોટીસ ફટકારવામાં આવી છે. તો બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ આ પીઆઈએલનો જવાબ આપવા કાર્યવાહી કરવામાં આવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews