માણાવદરનો સ્થાપના દિવસ અને મુકિતદિન ગુરૂવારે ઉજવાશે

0

માણાવદર બિરાદરી દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે માણાવદર નગરનો ૩૩૦મો સ્થાપના દિન અને માણાવદર નગરનો ૭૩મો મુકિતદિન તા.રર-૧૦-ર૦ર૦ને ગુરૂવારે ઉજવાશે. માણાવદર બિરાદરીના સંયોજક મયુર રાવલના જણાવ્યાં અનુસાર આરઝી હકુમતની ઐતિહાસીક લડતથી નવાબી શાસનમાંથી તા.રર-૧૦-૧૯૪૭ના દિવસે માણાવદર મુકત થયું. માણાવદર બિરાદરી સને ૧૯૯૮થી માણાવદર મુકિત દિન ઉજવે છે. તા.રર-૧૦-ર૦ર૦ને ગુરૂવારે સાંજે પ કલાકે ગાંધીચોક માણાવદર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુરા કદની પ્રતિમાને સૂતરમાલા અને પુષ્પાજંલિ અર્પણ કરી માણાવદર નગરનો ૩૩૦મો સ્થાપના દિન અને ૭૩માં માણાવદર મુકિતદિન ઉજવાશે. કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી એ મુજબ આયોજન કરાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!