માંગરોળમાંથી ગેરકાયદેસર સંગ્રહ કરેલ ૬૪૦૦ લિટર બાયોડિઝલ કબજે કરાયું

માંગરોળ પોલીસે અહીંના ઉધોગનગરમાં આવેલ એક મકાનના ડેલામાં ગેરકાયદે સંગ્રહ કરેલ બાયોડીઝલનો ર.ર૪ લાખનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરી છે. માંગરોળ પીએસઆઈ એન.કે. વિંઝુડા સહિતના સ્ટાફે બાતમીના આધારે અહીંના ઉધોગનગરમાં આવેલ ખેતાભાઈના ડેલાની સામે આવેલ એક મકાનના ડેલામાં તપાસ કરતા અહીં ઓસરીમાં ૯ બેરલ મળી આવ્યા હતાં. જેમાંથી ૬ બેરલમાં બાયોડિઝલનો ૬૪૦૦ લીટરનો જથ્થો મળી આવ્યો હતો. જયારે બે બેરલ ખાલી હતા. અહીં સ્થળ ઉપર હાજર અબ્દુલ મહમદ કાલવાણી (સેલવાસ) પાસે કોઈપણ જાતની મંજુરી ન હોવા છતાં તેને વેંચાણ માટે ગેરકાયદે જથ્થો સંગ્રહ કરી અહીં ફાયર સેફટીના સાધનો નહી રાખતા તેની ધરપકડ કરીને બાયોડિઝલનો જથ્થો ર.ર૪ લાખનો તેમજ ઈલેકટ્રીક મોટર, પાઈપ અને બેરલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!