જૂનાગઢ સહિત સોરઠમાં મેઘરાજા રમ્યા આખરી દાવ

0

આસો માસનાં નવરાત્રીના બીજા દિવસે એટલે કે ગઈકાલે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડયાના અહેવાલ છે. વરસાદ અંગેની આગાહી ફરી એકવાર સત્ય ઠરી હતી. ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બપોર બાદ અચાનક વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા, ભડાકા સાથે મેઘરાજાએ આખરી દાવ રમ્યો હતો અને ભારે સટાસટી બોલાવી દીધી હતી. જાે કે, ગઈકાલે પડેલો આ વરસાદ ખેત પાકોને માટે આફતરૂપ સાબિત થયો છે. મગફળી, ડાંગર, કપાસ તેમજ શિયાળુ પાકને તથા શાકભાજીને પણ નુકસાન પહોંચ્યું છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે વીજળીના કડાકા ભડાકા સાથે અધિક માસમાં અષાઢી માહોલ સર્જાવા સાથે વરસાદ પડયો હતો. ગઈકાલે બપોરે વાતાવરણમાં પલ્ટા સાથે બે કલાક સુધી એકધારા વીજળીના કડાકા સાથે વરસાદ વરસતાં લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું. જૂનાગઢ જિલલામાં પડેેલા વરસાદને પગલે ખેડૂતોએ ખેતરમાં ઉપાડીને રાખેલા મગફળીના પાકને ભારે નુકસાન થયું હતું. ચોમાસાની સિઝન પૂર્ણ થઈ હોવાના અનુમાન વચ્ચે ગઈકાલે ગરમી, અસહ્ય બફારો તથા અચાનક આકાશમાં કાળા વાદળોની જમાવટ કરવા સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો જેથી જૂનાગઢ શહેર અને જિલ્લાના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. ગીરનાર ક્ષેત્રમાં પણ ભારે વરસાદ વરસતાં દામોદર કુંડ બે કાંઠે વહેતો થયો હતો. વંથલીના શાપુરમાં વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોએ ખેતરમાંથી મગફળીનો પાક ઉપાડી પાથરા કર્યા હતા તે પલળી જતાં પાકનું નુકશાન થયું છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા વરસાદના આંકડા મી.મી.માં આ મુજબ છે જેમાં જૂનાગઢ શહેર ૩૧, જૂનાગઢ ગ્રામ્ય ૩૧, ભેંસાણ ૩૩, માણાવદર-રર અને વંથલીમાં ૪૮ મી.મી. વરસાદ પડયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!