આવતીકાલથી ૧૪પ કેન્દ્ર ઉપર મગફળી ખરીદી : માસ્ક, હાથ સફાઇ, સોશ્યલ ડીસ્ટન્સ ફરજિયાત

0

રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે તા.૨૧મીથી રાજ્યના ૧૪૫ કેન્દ્રો ઉપરથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થનાર છે. આજે ઓનલાઇન નોંધણીનો છેલ્લો દિવસ છે. કુલ ૪.૬૦ લાખ જેટલા ખેડૂતોની નોંધણી થઇ છે. મગફળી સરકાર માટે ‘સંવેદનશીલ’ મુદ્દો હોવાથી સરકાર વિશેષ કાળજી સાથે ખરીદી કરવા માંગે છે. નાગરિક પુરવઠા નિગમના જનરલ સંજય મોદી (જી.એ.એસ)એ તમામ જિલ્લા કલેકટરોને પત્ર પાઠવી મગફળી ખરીદીમાં વહીવટી ઉપરાંત કોરોના વિષયક ગાઇડલાઇનનું પાલન કરાવવા અનુરોધ કર્યો છે. કોરોના કાળમાં પ્રથમ વખત ખરીદી થઇ રહી છે. સંજય મોદીએ પત્રમાં જણાવ્યું છે કે ખરીદીના સમય ૨૧ ઓકટોબરથી ૧૮ જાન્યુઆરી સુધી તમામ ખરીદ કેન્દ્ર સમયાંતરે જે તે માર્કેટ યાર્ડ દ્વારા સેનેટાઇઝ કરવાના રહેશે. કેન્દ્ર ઉપર આવનાર તમામ લોકોનું થર્મલ સ્ક્રેનીંગ અને માસ્ક ફરજિયાત રહેશે. સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે.
સ્થળ ઉપર એક સાથે પાંચ કે તેથી વધુ લોકોને એકત્ર થવા ઉપર પ્રતિબંધ રહેશે. ખરીદી પૂર્ણ થતા તુરત ખેડૂતે સ્થળ છોડી જવાનું રહેશે. ખરીદી સ્થળ ઉપર ગુટખા, તમાકુ અનુ થૂંકવા ઉપર પ્રતિબંધ રહેશે. આસપાસના ગલ્લાઓ ઉપર પણ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. ટ્રકો પણ સમયાંતરે સનેટાઇઝ કરવાની રહેશે. નજીકના સરકારી દવાખાના દ્વારા સમયાંતરે આરોગ્ય રથ ખરીદી કેન્દ્ર ઉપર આવતો રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. સ્થળ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશે. દરેક કેન્દ્રમાં કોવિડ નોડલ અધિકારી મૂકાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!