કોલેજોની ફી મામલે સરકાર ભીંસમાં!

0

ફી ઘટાડા મુદ્દે સરકારે સ્કૂલો બાદ હવે કોલેજોના સંચાલકોને પણ મનાવવા પડે તેવી સ્થિતિ છે. હાઈકોર્ટની સૂચનાથી સરકારે ફી કમિટીને સંચાલકો સાથે બેઠક કરી તેમનો અભિપ્રાય લેવાની કામગીરી તો સોંપી દીધી પરંતુ કોલેજો સંચાલકો ફી ઘટાડા માટે માન્યા નથી દરખાસ્ત સ્વીકારી નથી. સરકાર માટે તો ખરેખર હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ છે કારણકે સરકારે શિક્ષણમાં ખાનગીકરણ વધારતા જ્યાં નવી નવી ખાનગી સ્કૂલો-કોલેજોને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજો સરકારને ગાંઠતા નથી.
નવી ખાનગી સ્કૂલો-કોલેજોને બેફામ મંજૂરીઓ આપી છે ત્યારે હવે એ જ સ્કૂલ-કોલેજો સરકારને ગાંઠતા નથી. ગુજરાતમાં આવેલી ખાનગી ટેકનિકલ કોલેજો-યુનિ.ઓ અને અન્ય વોકેશનલ કોલેજો તેમજ યુનિ.ઓમાં ફી ઘટાડાને લઈને હાઈકોર્ટમાં થયેલી પીઆઈએલમાં હાઈકોર્ટે સરકારને સંચાલકોને પણ સાંભળવા સૂચના આપી છે. જેના પગલે સરકારે ટેકનિકલ ફી કમિટીને સંચાલકોને સાંભળવા જવાબદારી આપી હતી. ફી કમિટીએ તમામ કોલેજ સંચાલક મંડળો તથા યુનિ.ઓના મેનેજમેન્ટને સાંભળ્યા બાદ હવે થોડા જ દિવસમાં ફી કમિટી સરકારને રિપોર્ટ આપશે. એક બાજુ સ્કૂલોમાં ૨૫ ટકા ફી ઘટયા બાદ કોલેજોમા પણ ફી ઘટાડાની ઉગ્ર માંગ ઉઠી છે ત્યારે સરકારે હવે આ મુદ્દે પણ ર્નિણય કરવો પડે તેમ છે.પરંતુ સ્કૂલ સંચાલકોને જેમ કોલેજ સંચાલકો પણ અંત તૈયાર થશે કે કેમ તે પ્રશ્ન છે. બીજી બાજુ નવેમ્બરમાં રેગ્યુલર કોલેજો શરૂ થાય ત્યારે નવી ફી ભરવાની થતા વાલીઓ પણ રાહ જોઈને બેઠા છે કે ક્યારે ફી ઘટાડાનો ર્નિણય આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!