મીઠાપુર નજીક પાણી ભરેલા ઊંડા ખાડામાં મોટરકાર ખાબકતા બાળા સહિત બે મૃત્યું : ચારને ઈજા

મીઠાપુર નજીક મોટરકારમાં જઈ રહેલા પોરબંદરના પરિવારજનો કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ જતાં આ મોટરકારમાં સવાર એક બાળા અને એક મહિલાના કરૂણ મૃત્યું નિપજ્યા હતા. જ્યારે અન્ય કાર સવાર મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.
આ કરૂણ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને એક એજન્સીમાં નોકરી કરતા જીતેશભાઈ ભુપતભાઈ ગોઢાણિયા નામના ૨૮ વર્ષીય મેર યુવાન તેમના પત્ની તથા અન્ય પરિવારજનો સાથે નં. જી.જે. ૧૦ એ.સી. ૮૪૨૦ની મોટરકારમાં ભીમરાણા ગામે માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ ભીમરાણા ગામ પાસેથી પરત થઇ રહ્યા હતા, ત્યારે મોગલ માતાના મંદિર પાસેથી પૂરઝડપે જઇ રહેલી આ મોટરકાર આડે કુતરૂ ઉતરતા મોટરકાર ચાલક જીતેશભાઈ ગોઢાણીયાએ તેમનો મોટરકાર ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સેન્ટ્રલ લોકવાળી મોટરકાર રસ્તાની નજીક રહેલા પાણીના ઉંડા ખાડામાં ખાબકી હતી. આ અકસ્માત સર્જાતા આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ગમખ્વાર અકસ્માતના કારણે આ મોટરકારમાં સવાર જીતેશભાઈ ગોઢાણીયાની ભાણેજ વિશ્વાબેન રામભાઈ દાસા (ઉ.વ. ૧૦, રહે. છાયા વિસ્તાર, પોરબંદર) તથા જીતેશભાઈના સાસુ જમનાબેન પ્રતાપભાઈ કોટીયા (ઉ.વ. ૪૫, રહે. ખારવાવાડ, પોરબંદર)ના આ ખાડામાં વધુ પડતું પાણી પી જતાં આ બન્નેના કરૂણ મૃત્યું નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર જીતેશભાઈના પત્ની તથા અન્ય સંબંધી ઈલાબેન, ઈલાબેનનો પુત્ર પ્રિન્સ પણ પાણી પી જતા બેશુદ્ધ થઇ ગયા હતા. પ્રિન્સને હાથમાં તથા અન્ય કાર સવાર હંસાબેનને પણ વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે કાર ચાલક હિતેશભાઈ ગોઢાણિયા સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪ (એ) તથા એમ.વી. એક્ટ ઉપરાંત મોટરકારમાં વધુ મુસાફરો સાથે નીકળવા બદલ જાહેરનામા ભંગની કલમ ૧૮૮ નો પણ ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે. અકસ્માતના આ બનાવે પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!