વેરાવળમાં પાલીકા તંત્રના પાપે શહેરીજનો પરેશાન

0

વેરાવળમાં નિંભર નગરપાલીકા તંત્રની અણઘડ કામગીરી હમેંશા શહેરીજનો માટે મુશ્કેલી સમાન જ રહી છે. નગરપાલીકા તંત્ર હમેંશા લોકોની સુખાકારીની મસમોટી વાતો કરે છે પણ તેને અનુરૂપ કામગીરી ન કરતું હોવાથી લોકોને મુશ્કેલી જ સહન કરવી પડે છે. જેનો ગઈકાલે વધુ એક વખત સામનો એક નાગરીકને સહન કરવાનો વારો આવ્યો છે. વેરાવળમાં ટ્રાફીકથી ધમધમતા ૮૦ ફૂટ રોડ ઉપર એસબીઆઈ બેંકની સામેની મુખ્ય ગટર સાફ કરવા બહાને ૩૦ ફૂટથી વધુ ખુલી રાખેલ છે. જેમાં ગઈકાલે સાંજે એક કાર ચાલક કાર સાઈડમાં વાળવા જતા ખાબક્યો હતો. સદનસીબે કાર ચાલક બચી ગયો હતો. પરંતુ આ ગટર ત્રણેક વર્ષથી ખુલી હોવાના કારણે અત્યારસુધીમાં આવા અનેક અકસ્માતો બન્યા છે. તેમાં છતાં જવાબદાર નગરપાલીકા તંત્રએ ગટર ઢાંકવાની કામગીરી ન કરી હોવાથી વધુ એક અકસ્માતનો સામનો નાગરીકે સહન કરવો પડ્યો છે. ત્યારે હવે ભગવાન જ નગરપાલીકાના અધિકારીઓ અને પદાધિકારીઓને સદબુધ્ધિ આપે અને ગટર બંધ કરાવે તેવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!