જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ : મહત્વનાં ઠરાવ કરાશે

જૂનાગઢ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની એક બેઠક આજે મળી રહી છે. આ બેઠકમાં મહત્વનાં ઠરાવ કરવામાં આવનાર છે. ખાસ કરીને મહાનગરપાલિકામાં કવોલીફીકેશન (લાયકાત ધરાવતા) કર્મચારીઓની વિવિધ વિભાગોમાં નિમણૂંક થઈ શકે તે માટે આર.આર. (રોસ્ટર) રજીસ્ટ્રર ફરજીયાત બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહેલ છે. આ ઉપરાંત બે સભ્યો દિવંગત થયા છે. ત્યારે આ બે સભ્યો જે સમિતીમાં હતાં તે જગ્યા ઉપર નવા સભ્યોની નિમણૂંક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આજે મળનાર જનરલ બોર્ડની બેઠકમાં મહાનગરપાલિકાની સતાધારી પાર્ટી વિપક્ષ તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!