શનિ-રવિ સામાન્ય વરસાદ બાદ ચોમાસાની વિધીવત થશે વિદાય

0


તા. ૧૮-૧૦-ર૦ રવિવારનાં દિવસે બપોર બાદ વિજળીના કડાકા – ભડાકા સાથે ભારે વરસાદ સૌરાષ્ટ્ર-કચ્છનાં વિવિધ વિસ્તારોમાં ટુટી પડયો હતો. સરેરાશ દોઢ થી બે ઈંચ જેવા વરસાદને પગલે ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાઈ ગયા હતાં અને પાકને પણ મોટું નુકશાન થયું છે. આ વર્ષે ભારે વરસાદને પગલે ખેત પાકોમાં જબ્બર નુકશાનીનાં આંકડા બોલે છે. સરકાર દ્વારા સર્વે કરી અને અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચુકવવાની માંગણી થઈ રહી છે. આ દરમ્યાન ચોમાસાનાં દિવસો પુરા થઈ ગયા બાદ વિદાયના દિવસો પણ છે પણ ચોકકસ કયારે વિદાય થશે તેઅંગે નિશ્ચિત નથી. આ દરમ્યાન એક ખાનગી સંસ્થાએ જણાવ્યું હતું કે અપરએર સાયકલોન એર સરકયુલેશનને મધ્ય બંગાળની ખાડીમાં કેન્દ્રીત છે. ર૪ કલાકમાં મજબુત બની અને લો પ્રેશરમાં ફેરવાશે. આ સીસ્ટમ ગુજરાતને મહંદ અંશે આંશીક અસર કરશે. રપ ઓકટોબરથી વરસાદનું પ્રમાણ ઘટી જશે અને દરીયાઈ જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા વરસાદ રહેશે. તેમજ વેસ્ટન ડિસ્ટબર્સની સીસ્ટમથી ર૪-રપ અને ર૬ સામાન્ય હળવો વરસાદ પડશે. અને ત્યારબાદ ચોમાસું વિદાય લેશે તેવી આગાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!