જૂનાગઢના માખીયાળા ગામે અગાઉના મનદુઃખે હુમલો

જૂનાગઢ તાલુકાના માખીયાળા ગામે રહેતા દિનેશભાઈ વજુભાઈ ઘાડીયા (ઉ.વ.૩૮)એ આ કામના આરોપી ખોડાભાઈ ડાયાભાઈ મકવાણા તેનો દિકરો નયન મકવાણા સામે એવા મતલબની ફરીયાદ નોંધાઈ છે કે આ કામના આરોપીઓએ આ કામના ફરીયાદીને અગાઉનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ ભુંડી ગાળો કાઢી તથા તું બહુ હુશયારી કરે છે તેમ કહી આડેધડ ઢીંકાપાટુનો માર મારી અને આરોપી નં.(૧) ખોડાભાઈનાં હાથમાં લોખંડનો પાઈપ હતો જે ફરીયાદીના માથામાં ડાબી સાઈડમાં કપાળ ઉપર ઉપર મારી દીધેલ અને આરોપી નં.(ર) નયને એક લાકડી વડે ફરીયાદીને ડાબા પગની પીન્ડીના ભાગે માર મારેલ અને બંને આરોપી આડેધડ માર મારી અને જેમાં ફરીયાદીના દીકરા જેનીશ (ઉ.વ.૦૭)ને પણ માર મારેલ અને જતા – જતા જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. એન.આર. ભેટારીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!